નવ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ
ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી કૈલાસનાથનની પૂદુચરીના ઉપરાજ્યપાલ તરીકે નિમણુક
રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ આસામ, સિક્કિમ, મેઘાલય,મહારાષ્ટ્ર રાજસ્થાન, પંજાબ,તેલંગાણા, ઝારખંડ અને છત્તીસગઢના નવા રાજ્યપાલના નામની જાહેરાત કરી હતી.એ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા ગુજરાતના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી કે. કૈલાસનાથનની પુદૂચરીના ઉપ રાજ્યપાલપદે નિમણૂક કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવ્યા મુજબ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના ગવર્નર બનાવાયા છે. તેમની પાસે મણીપુર નો પણ વધારાનો ચાર્જ રહેશે.
આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની પંજાબના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસકની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ઝારખંડના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના અને સીએચ વિજયનશંકરને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.સંતોષ કુમાર ગંગવારની ઝારખંડના અને રેમન ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાજસ્થાનના રાજ્યપાલ તરીકે હરિભાઉ કિસાનરાવ બગડેની નિમણૂક કરાઇછે. રાજસ્થાનના દિગજ નેતા ઓમ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે.જ્યારે તેલંગણા ના રાજ્યપાલ તરીકે જીષ્ણુ દેવ વર્માની નિમણુક કરાઇ છે.