યુએસ અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે “સલાહ” આપશે. જોકે, તેમણે ઉલ્લેખ કર્યો કે તેઓ આ સલાહ ખાનગી રીતે આપશે કારણ કે પીએમ મોદી અને ટ્રમ્પ બંને તેમના શાનદાર મિત્રો છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પીએમ મોદી અને ટ્રમ્પ મારા શાનદાર મિત્રો છે. હું પીએમ મોદીને ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે થોડી સલાહ આપીશ, પરંતુ ખાનગી રીતે. ઇઝરાયેલી નેતાએ જણાવ્યુ કે તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવા માંગે છે. નેતન્યાહુએ યુએસ-ભારત સંબંધોનો આધાર “ખૂબ નક્કર” ગણાવી અને ટેરિફ મુદ્દાને ઉકેલવા વિનંતી કરી. હતી. તેમણે ઉમેર્યું કે આવો ઉકેલ ઇઝરાયેલ માટે પણ સારો રહેશે, કારણ કે બંને દેશો અમારા મિત્રો છે.
ટ્રમ્પે ભારત ઉપર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ અમેરિકા સાથે તણાવ વધ્યો છે.મોદીએ પણ રાષ્ટ્રીય હિતમાં જ નિર્ણય લેવાની જાહેરાત કરી ટ્રમ્પની ધમકીઓને અવગણી છે અને ટ્રમ્પે તેથી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વેપાર વાટાઘાટો પણ સ્થગિત કરવાની જાહેરાત કરી છે ત્યારે આવા વાતાવરણ વચ્ચે નેતન્યાહુએ આપેલું નિવેદન આ મામલે તેમની સંભવિત મધ્યસ્થીના નિર્દેશ સમાન માનવામાં આવે છે.
