રાજકોટ માર્કેટિંગયાર્ડના લસણના વેપારીઓ પણ હડતાળમાં જોડાયા
મેઇડ ઈન ચાઈનાને લઈ ફરી એકવાર વેપારીઓ એક બન્યા છે, ચીની મોબાઈલ સહિતના ઉપકરણો ઉપર પ્રતિબંધ વચ્ચે ચીન અલગ અલગ દેશમાંથી ભારતમાં લસણ ઠાલવી રહ્યું હોય આજે દેશભરના લસણના વેપારીઓ દ્વારા એક દિવસની હડતાળ પાડી લસણ વ્યાપારથી અળગા રહેવા જાહેરાત કરી ખેડૂતોને પણ મંગળવારે યાર્ડમાં લસણ લઈને ન આવવા અનુરોધ કર્યો હતો.
તાજેતમાં ગોંડલના યાર્ડમાંથી મોટાપ્રમાણમાં ચીનનું લસણ વેચાણમાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, બીજીતરફ ચીન વાયા બીજા દેશમાંથી ભારતમાં લસણ ઘુસાડવા પ્રયાસ કરતું હોવાનું અને ભારતના લસણની તુલનાએ ચીનનું લસણ હલકી ગુણવતા વાળું હોવાનો આરોપ લગાવી આખા દેશના વેપારીઓએ ચીની લસણનો વિરોધ કરવા નક્કી કર્યું છે. જે અન્વયે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોશિએશન પણ હડતાળમાં જોડાયું છે અને ખેડૂતોને એક દિવસ માટે લસણ લઈને ન આવવા અનુરોધ કરી આજે વેપાર ધંધા બંધ રાખવાનું જાહેર કર્યું હતું.