નરેન્દ્ર મોદીને મળશે ડોમિનિકાનું સર્વોચ્ચ સન્માન
ભારત સરકારે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસીના કુલ 70,000 ડોઝ પૂરા પાડ્યા હતા
કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે વિશ્વભરમાં વેક્સીનની જરૂર ઉભી થઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોમિનિકાને સમયસર વેક્સીનનો ડોઝ મોકલીને સેંકડો લોકોના જીવ ઉપરનું જોખમ ઉભુ કર્યું હતું તેથી હવે ડોમિનિકાની ની સરકારે તેમને સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કરવાની જાહેરાત કરીછે.
ડોમિનિકાના વડાપ્રધાન ડો. રૂઝવેલ્ટ સ્કેરીટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સન્માન ટાપુ રાષ્ટ્રનું સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન છે.
મળતી માહિતી મુજબ, આ એવોર્ડ સમારોહ આગામી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ સમિટ 19 થી 21 નવેમ્બર સુધી ગયાનામાં યોજાશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડોમિનિકન પ્રમુખ સિલ્વેની બર્ટન કરશે. ફેબ્રુઆરી 2021 માં, ભારત સરકારે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસીના કુલ 70,000 ડોઝ પૂરા પાડ્યા. કોવિડ દરમિયાન, ભારત તરફથી આ સહાય માત્ર ડોમિનિકાને જ નહીં પરંતુ અન્ય પડોશી કેરેબિયન ટાપુઓને પણ આપવામાં આવી હતી.
ડોમિનિકા ઓનર એવોર્ડનો હેતુ શિક્ષણ અને માહિતી ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વ્યાપક સમર્થનને માન્યતા આપવાનો પણ છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવા અને ટકાઉ વિકાસ જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં ભારતની ભૂમિકા પર પણ ભાર મૂકે છે. વિકાસની ઘોષણા કરતાં વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે જણાવ્યું હતું કે ડોમિનિકા સમગ્ર પ્રદેશ માટેના આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાન મોદીના અતૂટ સમર્થનની પ્રશંસા કરે છે.
ડોમિનિકન નેતાએ કહ્યું કે વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા સાથી રહ્યા છે. તેમને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીની જરૂરિયાતના આ સમયમાં, અને તેમના સમર્થન બદલ કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતિબિંબ રૂપે એનાયત કરવું એ સાચા સન્માનની વાત હશે.