મુંબઈના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદ
2006ના બનાવટી એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે સજા ફટકારી: અન્ય 13ને પણ આજીવન કેદ
મુંબઈ પોલીસના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને મંગળવારે મુંબઈ હાઇકોર્ટે બનાવટી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. 2006માં રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયા નામની વ્યક્તિનું એન્કાઉન્ટર થયું હતું અને આ કેસમાં હાઇકોર્ટે સજા કરી હતી.
લખન છોટા રાજન ગેંગનો સભ્ય હતો. પ્રદીપ શર્માએ મુંબઈના વર્સોવામાં 2006માં તેનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ઘટના અંગે તપાસ કરવામાં આવી હતી અને તેમાં બનાવટી એન્કાઉન્ટર હોવાનું બહાર આવ્યું હતું. નીચલી અદાલતે અન્ય 13 લોકોને આજીવન કેદની સજા આપી હતી તે હાઇકોર્ટે યથાવત રાખી હતી.
જે લોકોને આજીવન કેદની સજા થઈ છે તેમના પર એવો આરોપ હતો કે, લખનનું એમણે અપહરણ કર્યું હતું. આ કેસમાં પ્રદીપ શર્મા પણ આરોપી હતા અને એમને બનાવટી એન્કાઉન્ટર કરવા બદલ આજીવન કેદની સજા હાઇકોર્ટે સંભળાવી હતી.
