મુંબઈ હુમલાનો આતંકી રાણા હવે બચી શકે એમ નથી , શું થયું ? જુઓ
અમેરિકન સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત આતંકી તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી દીધી છે. આ ભારતની એક મોટી જીત છે. કોર્ટે આ મામલે દોષિત જાહેર કરવા સામે કરાયેલી રિવ્યૂ પિટિશિન પણ ફગાવી દીધી હતી.
ભારત અનેક વર્ષોથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તે 2008ના મુંબઈ આતંકી હુમલા મામલે દોષિત છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હતી. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે. જો કે અન્ય મોટા માથા ગણાતા ભાગેડૂઓને પણ ભારત લાવવા માટે પ્રયાસો સઘન બનાવાયા છે .
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રમુખપદે આવ્યા છે ત્યાર બાદ ભારત માટે આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે . આ પહેલા રાણાને ભારત લાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
અન્ય મોટા માથા ગણાતા ભાગેડુઓને પણ જલ્દી લાવવા સઘન પ્રયાસ
ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લા પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો વડા છે. તે આ દિવસોમાં કેનેડામાં છે. તે ભારતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકવાદી ઘટનાઓના 50થી વધુ કેસમાં વોન્ટેડ છે.
અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. તે ભારતમાં અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં વોન્ટેડ છે. તેમજ બિઝનેસમેન વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટ કેસમાં ભારતમાં વોન્ટેડ છે.
હીરાનો વેપારી નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીની રૂ.14,000 કરોડની પીએનબી લોન ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. તેઓ આ દિવસોમાં બ્રિટનમાં છે. નીરવ મોદીની વર્ષ 2018માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે યુકેની જેલમાં છે. આ બધાને પણ જલ્દી ભારત લાવવા પ્રયાસ સઘન બનાવાયા છે .