મહારાષ્ટ્રમાં હલચલ; છગન ભુજબળ શરદ પવારને મળ્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક પાર્ટી ચેકમેટની રમત રમી રહી છે. દરમિયાન, એનસીપી અજીત જૂથના નેતા અને મંત્રી છગન ભુજબળ શરદ પવારને સોમવારે મળ્યા હતા જેના કારણે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અનેક અટકળો વહેતી થઈ હતી.
ભુજબળ તેમને મળવા શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. તેઓ એપોઈન્ટમેન્ટ વગર શરદ પવારને મળવા આવ્યા હતા. જેના કારણે તેને લગભગ દોઢ કલાક રાહ જોવી પડી હતી. જોકે આ બેઠક બાદ છગન ભુજબળે અનામતના મુદ્દે મળ્યાની ચોખવટ કરી હતી.
સમગ્ર રાજ્યનું ધ્યાન હવે આ મુલાકાત પર છે. ભુજબળ શા માટે શરદ પવારને મળ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. દરમિયાન, રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના નેતા સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા સામે આવી હતી. એમણે કહ્યું કે મારી પાસે આ પ્રવાસ વિશે કોઈ માહિતી નથી, હું માહિતી મેળવ્યા પછી વાત કરીશ. હું પુણેમાં છું. પવાર સાહેબ મુંબઈમાં છે. ભુજબળ શરદ પવારને કેમ મળ્યા તે હું કહી શકીશ નથી. અમે સાથે બેસીને નક્કી કરીશું કે એનસીપીમાં કોને પાછા લેવા. પવાર -ભુજબલની બેઠકમાં શું થાય છે તે જોવા માટે અમે રાહ જોઈશું, અમે બધા પૂણેમાં છીએ.
ભુજબળની ચોખવટ
ભુજબળ દ્વારા બેઠક બાદ મીડિયા સમક્ષ એવી ચોખવટ કરાઇ હતી કે હું શરદ પવારને અનામતના મુદ્દે વાતચીત કરવા મળ્યો હતો. પવારની તબિયત સારી નહતી માટે અમે વેટ કરતાં બેસી રહ્યા હતા. કાયદો વ્યવસ્થાના મુદ્દે પણ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. આ સિવાય બીજી કોઈ વાત થઈ નથી.