રાજકોટમાં મચ્છરોનું હવે ડ્રોનથી કરાશે ‘એન્કાઉન્ટર’: કલાકના રૂ.500 ચૂકવાશે, મચ્છર ઉત્પત્તિ હોટસ્પોટની યાદી તૈયાર કરી ‘ઓપરેશન’ પાર પાડશે મનપા
રાજકોટનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં મચ્છરોનો બેફામ ઉપદ્રવ થઈ રહ્યો ન હોય. મચ્છરોને કારણે ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગ થઈ રહ્યા હોય આરોગ્ય શાખા દ્વારા આખું સપ્તાહ મચ્છર શોધવાનું કામ કરવામાં આવે છે અને જ્યાં મચ્છરના પોરા મળે તે સંકુલને નોટિસ તેમજ પોરાનો નાશ કરાય છે. જો કે આટલી કામગીરી પૂરતી ન હોય હવે મચ્છરોનું ડ્રોનથી એન્કાઉન્ટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે મહાપાલિકા કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીને એક કલાકના 500 રૂપિયા પણ ચૂકવશે. આરોગ્ય શાખા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે પ્રમાણે ડ્રોન મારફતે મચ્છરો ઉત્પન્ન કરતી સાઈટ શોધવામાં આવશે તેના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. આ પછી એ સાઈટ ઉપર ડ્રોન મારફતે જ દવા છંટકાવ કરાશે.
આ પણ વાંચો :રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટમાં ‘માભો’ પાડવા પોલીસ માટે 1100 જોડી કપડાં, 200 કોટી અને 100 બ્લેઝર બન્યા
જે જગ્યાએ દવા છંટકાવની કામગીરી મુશ્કેલ જણાય તેવી સાઈટ ઉપર ઓટોમેટિક ડ્રોન ટીમને તૈનાત કરી ત્યાં દવા છંટકાવનું કામ કરવાનું રહેશે. તંત્ર દ્વારા પહેલીવાર `પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ સાઈટ’ શોધવા માટેનુંકામ હાથ પર લેવામાં આવ્યું છે. મહાપાલિકા કોન્ટ્રાક્ટર એજન્સીને સાઈટ શોધવા તેમજ દવા છંટકાવ કરવા માટે અલગ-અલગ પૈસા ચૂકવશે.
