આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં મોરારીબાપુની કથા અધવચ્ચે જ પૂર્ણ, ભવિષ્યમાં અધૂરી કથા પુરી કરીશ એવું બાપુનું વચન
શ્રીનગરમાં પૂ.મોરારીબાપુની ચાલી રહેલી કથાને આતંકવાદી હુમલાને પગલે વિરામ આપવામાં આવ્યો છે.5 દિવસની કથા યોજી હવે આગામી ભવિષ્યમાં કથા માટે ફરી મોરારીબાપુ શ્રીનગર થશે.પૂ.મોરારીબાપુએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવીને મૃતક પરિવારને ₹5,00,000 ની સહાય માટેની જાહેરાત કરી છે.
પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયને ધ્યાનમાં રાખી રામકથાને સ્થગિત કરું છું ભવિષ્યમાં ચાર દિવસની કથા માટે હું ફરી શ્રીનગર આવીશ. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની 955 ની રામકથા શ્રીનગર ખાતે આયોજિત કરાઈ હતી. આ કથા સાંભળવા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અનેક ભાવિકો શ્રીનગર પહોંચ્યા હતા. આ કથા વિરામ પામતા મોરારીબાપુ શ્રીનગર થી ચાર્ટર્ડ પ્લેન દ્વારા તલગાજરડા પહોંચ્યા હોવાનું તેમનાં અનુયાયીઓએ જણાવ્યું હતું.