પંદર દિવસ પછી કેરળમાં ચોમાસુ બેસી જશે
હવામાન ખાતાના મતે દક્ષિણ પશ્ચિમી ચોમાસુ આ વખતે અઠવાડિયુ વહેલું ૩૧મી મે એ બેસશે
સેટેલાઈટ ઈમેજ સૂચવે છે કે વાદળાની દોડાદોડી શરુ થઇ ગઈ છે.
ગુજરાતમાં ૧૯ જુન આસપાસ મેઘરાજાનું આગમન
કાળઝાળ ગરમી સહન કરી રહેલા લોકોને મોટી રાહત મળે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. એવી આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ આગામી ૩૧મી મે આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અને પછી તબક્કાવાર આગળ વધશે. દક્ષિણ પશ્ચિમી ચોમાસુ કેરળમાં બેઠા પછી આંદામાન ટાપુઓ, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશતુ હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. ત્યાર બાદ ચોમાસું ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, આ વહેલું છે એમ કહેવાને બદલે તે સામાન્ય તારીખની નજીક છે એમ કહી શકાય.જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી આશા છે.
ગયા મહિને, IMD એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ખરીફ પાકની મોટાભાગની વાવણી થાય છે.
ભારતીય હવામાન વિભાગે 2024 માં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે, જે દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગત વર્ષે અનિયમિત હવામાનને કારણે કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ થવાની ધારણા છે.
કેરળમાં ચોમાસાના આગમનની તારીખો
2005, 07-June – 10-June
2006, 26-May – 30-May
2007, 28-May – 24-May
2008, 31-May – 29-May
2009, 23-May – 26-May
2010, 31-May – 30-May
2011, 29-May – 31-May
2012, 05-June – 01-June
2013, 01-June – 03-June
2014, 06-June – 05-June
2015, 05-June – 30-May
2016, 08-June – 07-June
2017, 30-May – 30-May
2018, 29-May – 29-May
2019, 08-June – 06-June
2020, 01-June – 05-June
2021, 03-June – 31-May
2022, 29-May – 27-May
2023, 08-Jun – 04-June