ગળું કાપી અજાણ્યા હત્યારા ફરાર, મંદિરમાંથી લાશ મળી, રોકડ રકમ માટે હત્યા થયાની શંકા
અયોધ્યામાં રામજન્મભૂમિ વિસ્તારમાં આવેલા હનુમાનગઢી ખાતેના એક મંદિરમાં એક સાધુની હત્યા કરી દેવાઈ હતી અને આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ છે. પોલીસે એવી માહિતી આપી હતી કે સવારે સાધુ રામ દાસની મંદિરમાંથી જ લાશ મળી હતી. મંદિરના પરિસરમાં જ આશ્રમ આવેલું છે જ્યાં આ ઘટના બની હતી.
સાધુનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું અને સ્થળ પર લોહી જામી ગયું હતું. કોઈએ પોલીસને જાણ કરતાં તરત જ પોલીસ કાફલો પોહચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસને કળી મળી ગઈ છે. સાધુના રૂમમાં જ રહતો સેવક ઋષભ શુક્લા ઘટના બાદથી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
રૂમમાં રહેલો સીસીટીવી પણ બંધ હાલતમાં મળ્યો છે અને તેના પરથી જ સમજાય છે કે સાધુની હત્યા કરવામાં આવી છે. પોલીસને એવી જાણકારી પણ મળી છે કી ફરાર શુક્લા થોડાક જ દિવસો પેહલા સાધુ સાથે રૂમમાં રહવા આવ્યો હતો. એક શંકા એવી પણ છે કે રૂમમાં રાખેલા રૂપિયા માટે હત્યા થઈ હોવી જોઈએ.
આ દરમિયાન અન્ય એક યુવક પર શંકા જતાં તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જો કે રૂમમાં કેટલી રોકડ રકમ હતી તે બારામાં પોલીસને હજુ પક્કી જાણકારી મળી નથી.