મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી
બે નાયબ મુખ્યમંત્રી: ભાજપ સરકારનો આજે શપથ વિધિ સમારોહ
ઓડિશા વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી અને 78 બેઠક લઈને નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત કર્યો હતો. ઓડિશમાં હવે સરકારની રચના કરવાની કવાયત શરૂ થઈ છે અને ઓડિશના મુખ્યમંત્રી તરીકે મંગળવારે મોહન માઝીના નામની જાહેરાત થઈ હતી.
મંગળવારે સાંજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને તેમાં મોહન માઝીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે એટલે કે બુધવારે ઓડિશમાં મોહન માઝી સરકારનો શપથ વિધિ સમારોહ યોજાશે.
ઓડિશના નાયબ મુખ્યમંત્રી તરીકે કેવી સિંહ દેવ અને પ્રભાતી પરિદાના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આમ ઓડિશામાં બે નાયબ મુખ્યમંત્રી રહેશે. આ ત્રણેય નેતાઓ આજે શપથ લેવાના છે. એમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે.
શપથ વિધિ સમારોહમાં ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. ઓડિશામાં 24 વર્ષ બાદ નવીન પટનાયક યુગનો અંત આવ્યો છે. અહી કોંગ્રેસને પણ 14 બેઠક મળી છે.