સુનિતા વિલિયમ્સ અને સાથીને પાછા લાવવા ફરી મિશન લોન્ચ : હવે જલ્દી પૃથ્વી પર પાછા ફરવાની આશા બંધાઈ
નાસા અને અબજોપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગયા વર્ષથી અવકાશમાં ફસાયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ કરી દીધું છે. ક્રૂ-10 મિશન પર ડ્રેગન અંતરિક્ષયાનને લઈ જતાં ફાલ્કન 9 રોકેટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.
નાસાના અનુભવી અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં આઈએસએસ પર ફસાયા હતા. વિલિયમ્સ અને વિલ્મોર જૂન 2024 માં મિશન પર ગયા હતા, જે આઠ દિવસ માટેનું જ હતું, પરંતુ બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે બંને ત્યાં અટવાઈ ગયા હતા.
નાસાએ તેમના મિશન લોન્ચિંગના થોડા કલાકો પહેલાં X પર જણાવ્યું હતું કે સફળતાપૂર્વક મિશન લોન્ચ કર્યા બાદ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર થોડા દિવસો બાદ પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા ફરશે તેવી આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ માસના પ્રથમ સળતાહમાં જ આ મિશન લોન્ચ કરવાનું હતું પણ ટેકનિકલ ખામી આવી જતાં તેનું લોન્ચિંગ ટાળી દેવું પડ્યું હતું અને ત્યારે જ એવી જાહેરાત કરાઇ હતી કે ટૂક સમયમાં જ ફરી આ મિશન ફરી લોન્ચ કરી દેવાશે . આમ હવે જલ્દી સુનિતા પૃથ્વી પર પાછી ફરશે તેવી ફરી આશા બંધાઈ છે.