જમ્મુના ઉધમપુરમાં મોટો અકસ્માત : CRPF જવાનોથી ભરેલી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 3 જવાનો શહીદ, 15 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) થી ભરેલી બસ ખાઈમાં પડી જતા ત્રણ સૈનિકો શહીદ થયા છે અને ઘણા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
VIDEO | Three Central Reserve Police Force (CRPF) personnel were killed and 15 injured when a vehicle carrying them skidded off the road and rolled down into a nallah in Jammu and Kashmir's Udhampur district earlier today. Lieutenant Governor Manoj Sinha and Union Minister… pic.twitter.com/8Y2VHG1QPM
— Press Trust of India (@PTI_News) August 7, 2025
મળતી વિગતો અનુસાર આ ઘટના આ ઘટના સવારે 10:30 વાગ્યે કડવા વિસ્તારમાં બની હતી, જ્યારે સૈનિકો બસંત ગઢથી એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલ વાહન ફોર્સની 187મી બટાલિયનનું છે. વાહનમાં કુલ 23 સૈનિકો હતા, આ દુર્ઘટનામાં 2 CRPF જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. 15 જવાન ઘાયલ થયા છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલમાં તડાકો બોલ્યો : વધુ 75 ધંધાર્થીઓ મેદાને આવ્યા
વાહન નિયંત્રણ બહાર ગયું અને પલટી ગયું
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 187મી બટાલિયનની એક બસ ઉધમપુર જિલ્લાના કડવાથી બસંત ગઢ જતી વખતે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જ્યારે 15 જવાનો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ. સ્થાનિક લોકોને ખબર પડતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ઘાયલ થયેલા તમામ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે અકસ્માત પર દુઃખ વ્યક્ત
Udhampur:
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 7, 2025
Disturbing to receive the news of a road accident involving a CRPF vehicle in the Kandva–Basantgarh area. The vehicle was carrying several brave jawans of the CRPF.
I have just now spoken to DC Ms. Saloni Rai, who is personally monitoring the situation and keeping me…
આ બાબતે, અધિક પોલીસ અધિક્ષક (ASP) સંદીપ ભટે જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકોની સારવાર ચાલુ છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા ડેપ્યુટી કમિશનર સલોની રાય સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે.
તેમણે કહ્યું કે રાહત કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે. મંત્રીએ એમ પણ કહ્યું કે સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે. હાલમાં, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ખરાબ રસ્તો અને વાહનનું સંતુલન ગુમાવવું અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે.
