મહુઆ મોઈત્રાએ ગજબ આરોપ મૂક્યો.. ભારે ચર્ચા, શું બોલ્યા ?
રોકડ રકમ લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ફસાયેલી ટીએમસીની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાની હાલમાં સંસદની એથિક્સ કમિટી પૂછપરછ કરી રહી છે. પરંતુ આ પૂછપરછ જ વિવાદમાં સપડાઈ ગઈ છે. હકીકતમાં ગુરુવારે સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રાની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ બહાર આવેલા મહુઆ મોઈત્રાએ મોટા આરોપ મૂક્યા હતા અને નવી ચર્ચા જગાવી હતી.
એથિક્સ કમિટીની પૂછપરછ બાદ ગરમ થયેલા મહુઆ મોઈત્રાએ કહ્યું કે એથિક્સ કમિટીએ મને ગંદા સવાલ પૂછ્યાં. મને પૂછ્યું કે રાતના કોઈની સાથે વાત કરો છો. બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે મહુઆને એથિક્સ કમિટી પૂછી રહી છે કે તેઓ રાતના કોઈ સાથે વાત કરે છે.
વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે, પ્રશ્ન અપલોડ કરવા માટે લોગિન વિગતો શેર કરવામાં આવી તેમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવો કોઈ મુદ્દો નથી. આ મામલે ભાજપના સાંસદ નિશિકાંત દુબે ખૂબ આક્રમક છે. એટલું જ નહીં, ભાજપે કહ્યું હતું કે લોગિન ડિટેલ્સ શેર કરવી એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહી છે. વિપક્ષી સાંસદોએ પણ મહુઆ મોઇત્રાનું સમર્થન કર્યું અને પૂછ્યું કે જો તેમણે લાંચ અંગે પ્રશ્નો પૂછ્યા છે, તો તે પૈસા ક્યાં છે. “શું તમામ સાંસદો કોઈની મદદ વિના સંસદની વેબસાઇટ પર તેમના પ્રશ્નો અપલોડ કરે છે?