જે કામગીરી' એક સપ્તાહ પહેલાં કરવાની હતી તે છેક દશેરાના આગલા દિવસે કરાઈ: મિઠાઈ-ફરસાણની દુકાનોમાંથી ૪૫ નમૂના લેવાયા જેનો રિપોર્ટ દિવાળી બાદ આવશે
મહાપાલિકાને જાણે કે મોડે મોડે જાગવાની આદત ક્યારેય છૂટવાની જ ન હોય તેવી રીતે ફરીવાર ફૂડ શાખા દ્વારા
આળસયુક્ત’ કામગીરી કરવામાં આવી છે ! દશેરાનો તહેવાર હોય એટલે લોકો હજારો કિલો મિઠાઈ-ગાંઠિયા-જલેબી સહિતનું ફરસાણ મન ભરીને ખાતાં હોય છે જેનો લાભ લઈને નફાખોરો દ્વારા બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવાને કારણે ફૂડ શાખા દ્વારા તેના પર `તવાઈ’ ઉતારવાની જરૂર રહેતી હોય છે. એટલા માટે જ ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં એકાદ સપ્તાહ પહેલાં ચેકિંગ કરવાની જરૂર હોવા છતાં આ વર્ષે મહાપાલિકાએ છેક તહેવારના આગલા દિવસે ચેકિંગ કરી ૪૫ જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે જેનો રિપોર્ટ સંભવત: દિવાળી બાદ આવી શકે છે ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે મહાપાલિકાનું ઘોડું, દશેરાએ દોડ્યું મોડું !
આટલા સ્થળેથી લેવાયા નમૂના
નમૂના પેઢીનું નામ સરનામું
ઘારી શ્રદ્ધા ડેરી કેનાલ રોડ
કાજુકતરી જય સીતારામ ડેરી લક્ષ્મીનગર
રસમલાઈ જય સીતારામ ડેરી કૃષ્ણનગર
બટરસ્કોચ બરફી શ્યામ ડેરી પંચવટી રોડ
કેસર ગુલકંદ બરફી સીયારામ સ્વિટસ કોટેચાનગર
ગ્રીન એવર ગાયનું ઘી રઘુવીર પ્રોવિઝન કોઠારિયા રોડ
શુદ્ધ ઘી (લૂઝ) દિલીપ ડેરીફાર્મ દેવપરા (કોઠારિયા રોડ)
ગુલાબ કતરી અશોકવિજય ડેરી કોઠારિયા રોડ
માવાના પેંડા ઘનશ્યામ પેંડાવાળા કોઠારિયા રોડ
મીઠા સાટા અનમોલ ફરસાણ હુડકો પોલીસ ચોકી પાસે
જલેબી અનમોલ ફરસાણ હુડકો પોલીસ ચોકી પાસે
મગજની બરફી આઈ મોગલ ડેરી કોઠારિયા રોડ
જલેબી જલારામ ફરસાણ કોઠારિયા રોડ
પાપડી ગાંઠિયા શ્રી ગણેશ ડેરી આશાપુરાનગર
મીઠા સાટા શ્રી ગણેશ ડેરી આશાપુરાનગર
મીઠા સાટા રઘુવંશી જનતા તાવડો હુડકો પોલીસ ચોકી પાસે
મેસુબ ટોપરા સંતોષ ફરસાણ કોઠારિયા મેઈન રોડ
ટીકડી સાટા સંતોષ ફરસાણ કોઠારિયા મેઈન રોડ
કીવી માર્વેલ મહેશ વિજય ડેરી અમીન માર્ગ
મોહન થાળ મેગ્નસન યુનિવર્સિટી રોડ
મોગોલ મોગુ મેગ્નસન યુનિવર્સિટી રોડ
પાઈનેપલ બાટી પટેલ ડેરી યુનિવર્સિટી રોડ
કાજુ જામફળ પટેલ ડેરી યુનિવર્સિટી રોડ
કેસર પીસ્તા બરફી જય ભારત ડેરી ઈન્દીરા સર્કલ
ઘારી મિઠાઈ જય ભારત ડેરી ઈન્દીરા સર્કલ
મથુરા પેંડા વિશાલ ડેરી મંગળા રોડ
તીળા ગાંઠિયા રાજમંદિર ફરસાણ વિરાણી ચોક
જલેબી રાજ મંદિર ફરસાણ વિરાણી ચોક
ફૂલવડી શ્રી રામ ફરસાણ નાનામવા
પાપડી ગાંઠીયા શ્રી રામ ફરસાણ નાનામવા
બેસનનો મેસુબ જલીયાણ ફરસાણ નાનામવા
મેથી ગાંઠિયા જલીયાણ ફરસાણ નાનામવા
મીઠી બુંદી યોગી ફરસાણ ચંદ્રેશનગર
ગુલાબપુરી યોગી ફરસાણ ચંદ્રેશનગર
ગુલાબ જાંબુ જલારામ જાંબુ ચંદ્રેશનગર
જલેબી હરભોલે ફરસાણ ચંદ્રેશનગર
તીખી પાપડી ગાંઠિયા યશ સ્વીટમાર્ટ ચંદ્રેશનગર
મીઠા સાટા યશ સ્વીટ માર્ટ ચંદ્રેશનગર
પીસ્તા રોલ શ્રી રાઘવેન્દ્ર સ્વીટસ નાનામવા
આર.જે.બાઈટ રોસ્ટેડ ચીઝ બોલ્સ રાઘવેન્સ્ર સ્વીટસ નાનામવા
ફાફડા ગાંઠિયા બજરંગ ફરસાણ કોટેચાનગર મેઈન રોડ
શુદ્ધ ઘીની જલેબી શ્રી પંચનાથ નમકીન સદરબજાર
ફાફડા પંચનાથ નમકીન સદર બજાર
ફાફડા ગાઠિયા જોકર ફરસાણ કેનાલ રોડ
જલેબી જોકર ફરસાણ કેનાલ રોડ