બિહારના ગયા ખાતે એલજેપી નેતા અનવર અલી ખાનની બદમાશોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ ઘટના બાદ જીટી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
અનવર અલી ખાન સલૂનમાં દાઢી કરાવી રહ્યાં હતા ત્યારે એક બાઈક પર 3 લોકો આવ્યાં હતા અને તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જે પછી તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યાં હતા અને મૃત્યુ પામ્યા હતા.
અનવર અલી એલજેપી લેબર સેલના પ્રદેશ અધ્યક્ષ હતા. બજારમાં ફાયરિંગ થતાં જ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો ભાગવા લાગ્યા, તો કેટલાક લોકોએ પોતાની દુકાનો બંધ કરી દીધી.
આ ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને ગ્રામજનોએ નેશનલ હાઇવે-82ને બ્લોક કરી દીધો હતો. ઉશ્કેરાયેલા પરિવારજનો વિલંબ કર્યા વગર ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી હતી.
