દીલ્હીનાં લિકર કાંડ અંગે ઇડીએ આમઆદમી પાર્ટીના નેતાઓને ઝપટમાં લેવામાં હવે ઝડપ વધારી દીધી છે. પંજાબના મોહાલીમાં પણ આપના ધારાસભ્ય કુલવંત સિંઘના ઘરે ઈડીએ દરોડા પાડયા હતા. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને સમન્સ મોકલ્યું હતું અને મુખ્યમંત્રીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.
આપના ધારાસભ્યના ઘર અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની વિગતો હજુ અધિકારીઓએ આપી નથી. દીલ્હી લિકર કાંડના છાંટા પંજાબ સુધી છે તેમ ઈડી માને છે અને હજુ પણ કેટલાક લોકોને ત્યાં દરોડા પડી શકે છે.