તહેવાર પર રાજકોટમાં ઠલવાય તે પહેલાં 26 લાખનો દારૂ-બીયર પકડાયો : ગોવાથી જથ્થો રાજકોટ આવી રહ્યો’તો
જન્માષ્ટમીના તહેવાર પર રાજકોટમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા અને મોંઘા ભાવે દારૂ-બીયર વેચવા માટે બૂટલેગરો મેદાને પડી ગયા છે ત્યારે પોલીસ દ્વારા પણ ખાસ વોચ રાખી દારૂ-બીયર પકડવામાં આવી રહ્યો છે. આવો જ એક મોટો જથ્થો ગોવાથી ટ્રકમાં ભરાઈને રાજકોટ આવી રહ્યો હતો પરંતુ તે બૂટલેગર સુધી પહોંચે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી 26.40 લાખના દારૂ-બીયર સાથે ચાલકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ACBના ‘રડાર’માં આવેલા રાજકોટ મહાપાલિકાના ઈજનેરનો 2.31 કરોડના ટેન્ડરમાં કી-રોલ, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઈમ બ્રાન્ચ PSI એ.એસ.ગરચર ઉપરાંત કોન્સ્ટેબલ મનિષ ચાવડા, હરપાલસિંહ જાડેજા, સંજય ખાખરિયા, ASI વિજરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હિરાસર એરપોર્ટ તરફ જવાન રસ્તાસામેથી પસાર થઈ રહેલા ટ્રક નં.GJ૬BV3579ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના 12288 ચપલા તેમજ 1056 ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ પછી પોલીસે ટ્રકના ચાલક રવિન્દ્ર ભગીરથ બેડા (ઉ.વ.27, રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી આ જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
