લે બોલો !! પૈડા વગર જ લેન્ડ થયું પાકિસ્તાની વિમાન, મોટી દુર્ઘટના ટળી : ચોરી થયું કે પડી ગયું તે અંગે તપાસ !!
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક વિમાનનું પૈડું જ ગાયબ થઈ જતા ભારે ચકચાર જાગી છે.એ વ્હીલ વગર જ જોકે વિમાને લાહોર એરપોર્ટ ઉપર સલામત ઉત્તરાયણ કરતા સદભાગ્ય મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કરા તેથી ઉપડેલું એ વિમાન લાહોર એરપોર્ટ ઉપર ઉતરાણ કરે તે પહેલા જ કાંઈક ગરબડ હોવાના સંકેતો મળ્યા હતા. ઉતરાણ કર્યા બાદ કરવામાં આવેલી તપાસ દરમિયાન વિમાનના છ પૈકીનું એક પૈડું ગાયબ થઈ ગયેલું જણાયું હતું.
એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિમાનની ટેકનિકલ ડિઝાઇન આ પ્રકારની ઘટના સમયે પણ સલામત ઉત્તરાયણ નિશ્ચિત કરે તેવી હોવાથી દુર્ઘટના ટાળી શકાય હતી. આ વ્હીલ કરાચી થી વિમાન ઉપડ્યો ત્યારે હતું કે નહીં અથવા ઉડાન દરમ્યાન પડી ગયું કે ચોરાઈ ગયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.