ચાલો યુદ્ધે અમેરિકી પ્રમુખ બાઈડેન આજે ઇઝરાયેલની મુલાકાત લેશે
રાજદ્વારી ગતિવિધિઓના ધમમાટ વચ્ચે હુમલા ચાલુ
હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલને સંપૂર્ણ ટેકો આપવાના પ્રતિકાત્મક નિર્દેશના ભાગરૂપે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન આજે બુધવારે ઇઝરાયેલ પહોંચશે.
તેમની આ મુલાકાત અગાઉ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ જનરલ માઈકલ કુરીલા પણ તેલ આવિવ પહોંચી ગયા હતા અને ઇઝરાયેલી સેનાના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને પણ ઇઝરાયેલની વોર કેબિનેટ સાથે આઠ કલાક સુધી ચર્ચા કરી હતી.
ઇઝરાયેલ ની મુલાકાતે આવતા પહેલા બાઈડેને હમાસ ઉપરના હુમલાને વ્યાજબી ગણાવ્યો હતો પણ ગાઝા ઉપર જો ઇઝરાયેલ કબજો કરશે તો તે મોટી ભૂલ હશે એવું નિવેદન પણ આપ્યું હતું. આ સંજોગોમાં તેમની મુલાકાત બાદ ઇઝરાયેલની રણનીતિમાં કાંઈ પરિવર્તન આવે છે કે કેમ તે તરફ સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
બીજી તરફ ઇઝરાયલેયુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર મક્કમપણે દોહરાવ્યો હતો. સોમવારે રશિયાના પ્રમુખ પુતિન સાથેની ફોન ઉપરની વાતમાં પણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જ્યાં સુધી હમાસનો સંપૂર્ણપણે ખાત્મોન થાય ત્યાં સુધી લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ બધી રાજદ્વારી ગતિવિધિઓ વચ્ચે સામસામા હુમલા ચાલુ રહ્યા હતા. હમાસે 11 કલાક સુધી શાંતિ રાખ્યા બાદ મંગળવારે સવારે ફરી એક વખત ઇઝરાયેલ ઉપર રોકેટો છોડ્યા હતા. લેબેનોન સરહદ ઉપર પણ હેઝબોલ્લાહ ના આતંકવાદીઓ અને ઇઝરાયેલની સેના વચ્ચે અથડામણો ચાલુ રહી હતી. લેબેનોને ઇઝરાયેલ ઉપર મિસાઈલ એટેક કર્યા બાદ ઇઝરાયેલ હેઝબૉલ્લાહના સંખ્યાબંધ લશ્કરી થાણાઓ ઉપર એર ઇઝરાયેલ માં વિસ્ફોટો ગોઠવવા માટે સરહદ ક્રોસ કરી રહેલા એ સંગઠનના ચાર આતંકવાદીઓને ઇઝરાયેલ એ ડ્રોન એટેક દ્વારા મારી નાખ્યા હતા.
યુદ્ધનો નવો તબક્કો શરૂ થઈ રહ્યા ના એંધાણ
ઇઝરાયેલની સેનાએ ગાઝામાં પ્રવેશ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. એ અગાઉ સોમવારે ગાઝા સ્ટ્રીપ આસપાસના ઇઝરાયેલના 25 થી વધુ ગામ અને શહેરને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. 30,000 ની વસ્તી ધરાવતા શેડરોટ નગરના તમામ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લેબેનોન સરહદ નજીકના પણ ઇઝરાયેલ ના 20 ગામો ખાલી કરી દેવાયા હતા. ઇઝરાયેલ સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે યુદ્ધનો હવે નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે અને અમે ઉત્તર ગાઝા ની સાથે જ દક્ષિણ ગાઝામાં પણ લડવા માટે તૈયાર છીએ.
ઇઝરાયલે અમેરિકા પાસે 18
અબજ ડોલરની સહાય માંગી
ઇઝરાયલે ઈમરજન્સી મિલિટરી સહાયરૂપે અમેરિકા પાસે 10 અબજ ડોલરની સહાયની માંગણી કરી હતી. અમેરિકી કોંગ્રેસે ઇઝરાયેલને આયર્ન ડોમ મિસાઈલ માટે નવો દારૂગોળો,પ્રિસીસન ગાઇડેડ બોમ્બ સહિતના હથિયારો આપવા માટે ચર્ચા કરી હતી. મીલીટરી સહાય ઉપરાંત અમેરિકાએ તેના સ્પેશિયલ ફોર્સના 2000 સૈનિકોને ઇઝરાયેલમાં તેનાત કરવાનો નિર્ણય કર્યો છે.
જોકે આ સૈનિકો યુદ્ધમાં સીધો જ ભાગ નહીં લે પરંતુ યુદ્ધ દરમિયાન સલાહકારરૂપે તેમ જ મેડિકલ સહાય માટે મદદરૂપ થશે એવું જાહેર કરવામાં આવ્યું છે.