- હોસ્પિટલની જ એક લેડી ડોક્ટરની વાતચીતની ઓડિયો ક્લિપ સોશ્યલ એક્ટીવિસ્ટે જાહેર કરી ; 6 માસથી પરેશાન કરતાં હતા
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર દુષ્કર્મ અને તેની હત્યાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ કેસને લઈને ઘણા પ્રશ્નો હજુ પણ પેન્ડિંગ છે. આ સવાલોના જવાબો મેળવવા માટે, સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લેડી ડોક્ટરની હત્યા સંજય રોયે નહીં પરંતુ આરજી હોસ્પિટલના 7 ટ્રેઇની ડોક્ટરોએ કરી હતી. હોસ્પિટલની જ એક લેડી ડોક્ટરે આ ધડાકો કર્યો છે. તેની ઓડિયો ક્લિપ સોશ્યલ એક્ટીવિસ્ટે જાહેર કરી છે.
ઓડિયોની વાતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ તાલીમાર્થી ડોકટરોએ એમ (પીડિતા માટે વપરાયેલ નામ) પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી જરાસંધની જેમ તેના પગ ફાડી નાખ્યા હતા.
એક્ટિવિસ્ટ મધુ કિશ્વરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. એમણે લખ્યું છે કે હોસ્પિટલની એક લેડી ડૉક્ટરની તેના સાથી સાથે વાતચીત થઈ હતી જેમાં આવો દાવો કરાયો હતો. આ સાથે તેણે વાતચીતનો ઓડિયો પણ શેર કર્યો, જે બંગાળીમાં છે અને કિશ્વરે તેની પોસ્ટમાં તેનો અનુવાદ સામેલ કર્યો છે.
36 કલાક માટે નાઈટ શિફ્ટમાં મૂકી
વાતચીતની સંપૂર્ણ વિગતો આપતાં મધુ કિશ્વરે લખ્યું, ‘તે છોકરી ખૂબ સારી વિદ્યાર્થી હતી. તેણીને ધમકી આપવામાં આવી રહી હતી કે ફેકલ્ટી તેમને તેમનો થીસીસ પૂર્ણ કરવા દેશે નહીં. આ અંગે તેણે વિરોધ દર્શાવ્યો હતો અને આરજી દ્વારા મેડિકલ કોલેજના કાળા કૃત્યોનો પર્દાફાશ કરવાની ચેતવણી આપી હતી.
6 માસથી હેરાન હતી
છેલ્લા છ મહિનાથી તેને હેરાન કરવામાં આવી રહી હતી. તેને 36 કલાક નોન-સ્ટોપ માટે નાઇટ શિફ્ટમાં મૂકવામાં આવી હતી અને ખૂબ જ ઉચ્ચ દબાણનું કામ આપવામાં આવ્યું હતું. છાતી વિભાગના વડા, વરિષ્ઠ પીજીટી અને દરેકને ખબર હતી કે પ્રિન્સિપાલ અને તેમની સાંઠગાંઠવાળી ટોળી તેમના પર કેટલું દબાણ લાવી રહી છે.