બૉલીવુડના કિંગ ખાને 35 વર્ષ પહેલા ‘ગે કોલેજ સ્ટુડન્ટ’નો રોલ કર્યો હતો, શાહરુખ ખાનનો વિડીયો વાયરલ
રોમાન્સના કિંગ અને બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાન જેમના ફેન્સ ન માત્ર ભારતમાં છે પરંતુ સમગ્ર વિશ્વમાં તેમણે ખ્યાતિ મેળવી છે. શાહરુખ ખાને અનેક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જે લોકોને આજે પણ પસંદ છે અને હાલમાં પણ તેઓ પોતાની એક્શન અને રોમાન્સની ફિલ્મોથી દર્શકો પર રાજ કરે છે. આજે પણ સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશે ઘણી એવી વાતો છે જે ઘણા લોકો નથી જાણતા. શું તમે જાણો છો કે શાહરુખે નેશનલ એવોર્ડ ફિલ્મમાં ગે કોલેજ સ્ટુડન્ટનું સપોર્ટિંગ પાત્ર ભજવ્યું હતું ?
આ દિવસોમાં લોકો શાહરૂખ ખાનને ભારતનો સૌથી મોટો સુપરસ્ટાર કહે છે. ગયા વર્ષે બોલિવૂડને બે રેકોર્ડબ્રેક બ્લોકબસ્ટર આપનાર શાહરૂખ આજે મોટા પડદા અને લોકોના દિલો પર રાજ કરે છે. પરંતુ તેણે અભિનયમાં તેની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સંઘર્ષ સાથે કરી હતી.
1992માં રિલીઝ થયેલી ‘દીવાના’થી ઇન્ડસ્ટ્રીમાં લીડ હીરો તરીકે લૉન્ચ થયેલા શાહરૂખે અગાઉ ઘણી નાની ભૂમિકાઓ ભજવી હતી. હવે શાહરૂખની આવી જ એક શરૂઆતની ફિલ્મનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે શાહરૂખ મોટા પડદા પર ગે કોલેજ સ્ટુડન્ટ બન્યો
આજે પણ સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશે ઘણી એવી વાતો છે જે ઘણા લોકો નથી જાણતા. શું તમે જાણો છો કે શાહરુખે નેશનલ એવોર્ડ ફિલ્મમાં ગે કોલેજ સ્ટુડન્ટનું સપોર્ટિંગ પાત્ર ભજવ્યું હતું ?
DYK — #ShahRukhKhan had a small role in Arundhati Roy's National Award winning telefilm #InWhichAnnieGivesItThoseOnes (1989)#SRK played a flamboyant guy & barely had 3-4 scenes. I feel even his voice sounded different. Do you agree?
— Mimansa Shekhar (@mimansashekhar) November 1, 2023
I've compiled his clips in this video 👇… pic.twitter.com/LVeSM7kQH8
1989ની અંગ્રેજી ટીવી ફિલ્મ ‘ઈન વિચ એની ગીવ્ઝ ઈટ ધેઝ ઓન્સ’ની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં શાહરૂખ કોલેજ સ્ટુડન્ટના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેણે મુખ્ય પાત્રો અર્જુન રૈના અને અરુંધતી રોયના વરિષ્ઠની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર ગે હતું.
‘ઇન વ્હિસ એની ગીવ્ઝ ઇટ ધેસ ઓન્સ’ની લેખિકા પ્રખ્યાત લેખિકા અરુંધતી રોય હતી અને તેણે પણ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. અને અરુંધતીના પૂર્વ પતિ પ્રદીપ કિશોરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.
શાહરૂખની સાથે રોશન સેઠ, ઋતુરાજ સિંહ અને મનોજ બાજપેયી જેવા કલાકારો પણ આ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં હતા. આ બધા પાછળથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા નામ બની ગયા. આ ફિલ્મના એક વર્ષ પહેલા તેણે ટીવી સિરિયલ ‘ફૌજી’માં અભિનયની શરૂઆત કરી હતી. આ બંને સિવાય શાહરુખે ‘ઉમેદ’, ‘વાગલે કી દુનિયા’, ‘દિલ દરિયા’, ‘મહાન કર્ઝ’ અને ‘ઇડિયટ’ જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં નાના રોલ કર્યા હતા. ટીવી શો ‘સર્કસ’એ શાહરૂખને ઘણી લોકપ્રિયતા અપાવી હતી, ત્યારપછી તેને ફિલ્મની ઓફર પણ મળવા લાગી હતી.
શાહરૂખ સ્ક્રીન પર લિંગ બદલવાથી ડરતો ન હતો
તેની કારકિર્દીની શરૂઆતથી જ, શાહરૂખ જોખમ લેવાથી ક્યારેય ડરતો નથી અને 90ના દાયકામાં તેના પાત્રોના લિંગ સાથે પ્રયોગ કરવો એ એક મોટી વાત હતી. જ્યારે શાહરૂખે પ્રદીપ કિશોરની ફિલ્મમાં ગે કોલેજ સ્ટુડન્ટની ભૂમિકા ભજવી હતી, ત્યારે તે કલ્પના લાજમીની ફિલ્મ ‘દર્મિયાં’ (1997)માં વ્યંઢળની ભૂમિકા ભજવવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે પોતે કલ્પનાને ફોન કરીને આ રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
શાહરૂખે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તે એક મોટો સ્ટાર બની ગયો હતો અને વર્ષમાં ચાર ફિલ્મો કરતો હતો. તેથી, કલ્પના લાજમીના કહેવા પ્રમાણે તે સમયનું સંચાલન કરી શક્યો ન હતો.
શાહરુખે કહ્યું હતું કે, ‘તે મને મળવા આવી હતી, તે મને સક્ષમ માને છે. તેણે મને વાર્તા કહી અને બધું નક્કી થઈ ગયું કે અમે તે કરીશું. પરંતુ મેં તેમને માત્ર એક જ વિનંતી કરી હતી, કારણ કે હું આ ફિલ્મ આઉટ ઓફ ટર્ન કરીશ, હું સામાન્ય રીતે વર્ષમાં ચાર ફિલ્મો કરું છું. મેં કહ્યું, તમે સપ્ટેમ્બરમાં જ શરૂ કરો, આ મારી તમને વિનંતી છે. હું તમારી પાસેથી પૈસા માટે બીજી કોઈ વિનંતી કરતો નથી. હું રોલ કરવા માંગુ છું, જો તમને લાગે કે હું કરી શકું છું. જો તમે સપ્ટેમ્બર સુધી રાહ જુઓ તો હું તમને સાત દિવસનો સમય આપીશ. તો તેણે કહ્યું ઠીક છે. પરંતુ સમયની આ રમત મેનેજ કરી શકાઈ નહીં અને શાહરૂખની જગ્યાએ આરીફ ઝકરિયાએ આ ભૂમિકા ભજવી.