કિલર વ્હેલ માછલીઓએ બે કલાક સુધી હુમલો કરી બોટને ડુબાડી દીધી
પાંચ માછલીઓએ યાટને ઘેરી લઈને આક્રમણ કર્યુ
ભૂમધ્ય સમુદ્રમાં કિલર વ્હેલ માછલીના એક જૂથે એક સહેલાણી બોટ ઉપર સુનિયોજિત રીતે હુમલો કરી એ બોટને ડુબાડી દીધી હતી.આ ઘટનાએ ખૂબ આશ્ચર્ય સર્જ્યું છે કારણ કે કિલર વ્હેલ સામાન્ય રીતે જહાજો કે સહેલાણી બોટ ઉપર કદી હુમલો કરતી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર રોબર્ટ પોવેલ પોતાનો 60 મો જન્મદિવસ માટે બુધવારે પોર્ટુગલ ના વિકમૌરા થી ગ્રીસ જવા નીકળ્યો હતો. એ દરમિયાન અચાનક જ પાંચ વિશાળકાય કિલર વ્હેલ માછલી તેના જહાજ તરફ ધસી આવી હતી.કિલર વ્હેલ તેની બૌધિક ક્ષમતા અને ઉત્સુકતા માટે પ્રખ્યાત છે.તે કદી જહાજો પર હુમલા નથી કરતી.પણ આ માછલીઓનો ઈરાદો કઈક અલગ હતી.માછલીઓએ બૉટને ફરતા અનેક રાઉન્ડ લગાવ્યા હતા અને બાદમાં સામૂહિક હુમલો કર્યો હતો.
રોબર્ટ પોવેલે કહ્યું કે” એ વ્હેલ રમત નહોતી કરતી.તેમનો ઈરાદો હુમલાનો જ હતો.તે બોટ ડુબાડી દેવા જ માંગતી હતી. બધી માછલીઓએ ખૂબ પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. સૌ પહેલા સુકાનના ભાગમાં નુકસાન કરી અને પછી બધી વહેલોએ બોટના બહારના ભાગમાં અલગ અલગ જગ્યાએ એક સાથે હુમલા કર્યા હતા. બે કલાક સુધી આ હુમલા ચાલુ રહ્યા હતા.બોટનો એક પછી એક ભાગ તૂટવા લાગ્યો.અને મને મોત ઢુકડું દેખાવા લાગ્યું હતું.”જો કે બોટ 130 ફૂટ ઊંડા દરિયામાં ઊંધી વળી એ સમયે જ ત્યાં ધસી આવેલા એક સ્પેનિશ જહાજે બન્ને ને ઉગારી લીધા હતા.
આવી ઘટના ભાગ્ય જ બને છે
કિલર વ્હેલ તેમની જટિલ સામાજિક રચનાઓ માટે જાણીતી છે અને સામાન્ય રીતે માનવ જહાજો પ્રત્યે ઉશ્કેરણી વિનાની આક્રમકતા દર્શાવતી નથી.આ પ્રાણી તો બોટ સાથે’ વાતચીત ‘ પણ કરતી હોય છે. ત્યારે આ પ્રકારનું આત્યંતિક વર્તન ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક નિષ્ણાતોનું અનુમાન છે કે આ હુમલા માટે પર્યાવરણીય તાણ, તેમના રહેઠાણમાં ફેરફાર અથવા બોટ સાથેના અગાઉના નકારાત્મક મુકાબલા જેવા પરિબળો કારણભૂત હોઈ શકે.
