નીતીશ-તેજશ્વી આગળ-પાછળની સીટ પર એક જ ફલાઈટમાં દિલ્હી જવા રવાના
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી હતી.
પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. એક તરફ ભાજપ તેના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ સક્રિય થઈ ગયો છે. પરિણામો પછી, JDU અને TDP આજે દિલ્હીમાં ભાજપને તેમના સમર્થન પત્રો સબમિટ કરશે, ત્યારબાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા ગઠબંધને પણ તેમના સહયોગીઓની બેઠક બોલાવી છે.
નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં આવી રહ્યા છે દિલ્હી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી જવા રવાના થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે બંને નેતા એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે. બંને પટનાથી નીકળ્યા બાદ એક તસવીર સામે આવી છે, જેમાં નીતિશ અને તેજસ્વી બેઠેલા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આજે દિલ્હીમાં NDA અને INDIA એલાયન્સ બંનેની બેઠક યોજાવાની છે. આ સંબંધમાં બંને નેતાઓ દિલ્હી આવી રહ્યા છે. તેજસ્વી-નીતીશ ફ્લાઈટમાં આગળ અને પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા બન્નેની મુસ્કાન સાથેની તસવીર સામે આવી છે.
બિહારમાં એનડીએને 30 સીટો મળી છે
તમને જણાવી દઈએ કે બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી જનતા દળ યુનાઈટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને 12-12 બેઠકો મળી છે, જ્યારે NDAની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 5 અને હિન્દુસ્તાની અવમ મોરચાનેને એક બેઠક મળી છે. જ્યારે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને 4 બેઠકો મળી છે.