‘ક’ કાબાનો, ‘હ’ હિજાબનો અને ‘ન’ નમાજનો : ધાર્મિક શબ્દો સાથે કક્કો શીખવતા વિવાદ, સ્કુલની માન્યતા રદ કરવા માંગણી
માન્ય રીતે બાળકોને ક કમળનો ક અને ખ ખરલનો ખ એવું શીખવવામાં આવતું હોય છે પરંતુ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની એક ખાનગી શાળામાં, માસૂમ બાળકોને ક કાબાનો, ન નમાજનો અને ઔ ઔરત અને હ હિજાબનો હ શીખવવામાં આવી રહ્યું છે. આ બધી બાબતો નર્સરી પુસ્તકમાં છાપવામાં આવી છે. શહેરની એક ખાનગી શાળામાં નર્સરીના બાળકોને ભણાવવામાં આવતા શબ્દો સામે બાળકોના માતા-પિતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સખત વાંધો ઉઠાવ્યો છે. લોકોએ શાળા મેનેજમેન્ટ સામે વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી.

શાળાના આચાર્યએ કહ્યું કે ‘મ મસ્જિદનો મ’ ની સાથે ‘મ મંદિરનો મ’ પણ શીખવી શકાય છે. આ સાંભળીને ABVP ના કાર્યકરો ગુસ્સે થયા. કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન પર ફરિયાદ નોંધાવી અને શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટની સોખડા ચોકડી પાસે રાખડી બાંધવા જતી મારવાડી યુનિ.ની બહેનોને નડ્યો અકસ્માત : બસ પલટી જતા 4 વિદ્યાર્થિનીઓ ઘાયલ
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શાળાના નર્સરી વર્ગમાં ભણતી વિદ્યાર્થીનીના પરિવારે તેના પુસ્તકો જોયા. ‘ઔ ઔરતનો અને હ હિજાબ’ વાંચ્યા પછી, તેઓએ અન્ય શબ્દો પર ધ્યાન આપ્યું તો બધા આવા જ હતા.
આ પણ વાંચો : રેલવેની નવી ઓફર : ટ્રેનમાં ટ્રેનમાં આવવા-જવાની ટિકિટ બુક કરવા પર મળશે 20% ડિસ્કાઉન્ટ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આરોપ લગાવ્યો કે આ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન પરંપરા વિરુદ્ધ ષડયંત્ર છે. પટેલે કહ્યું કે આવા સામગ્રી શીખવીને નાના બાળકોને મૂંઝવણમાં મૂકવામાં આવી રહ્યા છે. આ ફેરફાર કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
શાળાના આચાર્ય ઈએ કુરેશીએ ભૂલ સ્વીકારી અને કહ્યું કે હું ભૂલ સ્વીકારી રહ્યો છું, તો પછી વિરોધ શા માટે છે. આચાર્યએ કહ્યું કે તેમણે પહેલા પુસ્તકની સામગ્રી તપાસી નથી. આ ‘પટ્ટી પહાડા’ ભોપાલથી મંગાવવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ ફક્ત એક જ વિદ્યાર્થી માટે કરવામાં આવ્યો હતો. આચાર્યએ કહ્યું કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેઓ 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે.
જિલ્લા શિક્ષણ અધિકારી ડી.ડી. રજકે કહ્યું કે જો આ પ્રકારના કોઈ પટ્ટી પહાડા હશે તો તેને જપ્ત કરવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. તેઓ શાળાની માન્યતા રદ કરવા માટેપત્ર લખશે.
