જયંત સિંહાએ ભાજપને કહ્યું, મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું
પાર્ટીએ કેટલાક સવાલ કર્યા હતા જેનો સિંહાએ જવાબ મોકલાવી દીધો
ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. પાર્ટીએ જવાબ માંગ્યો હતો કે તમે મતાધિકારનો ઉપયોગ નથી કર્યો તેનો ખુલાસો કરવામાં આવે. જવાબમાં સિંહાએ કહ્યું હતું કે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
પાર્ટી તરફથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હજારીબાગ બેઠકથી મનીષ જયસ્વાલને ઉમેદવાર જાહેર કર્યા બાદથી તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં નથી અને સંગઠનના કાર્યમાં રસ લઈ રહ્યા નથી. તમે પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો નથી. ભાજપે જયંતને બે દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું.
ઝારખંડ ભાજપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુને સંબોધિત બે પાનાના પોતાના જવાબમાં જયંત સિન્હાએ નોટિસ મળવા પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે 2 માર્ચે જેપી નડ્ડાની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જ સક્રિય ચૂંટણી જવાબદારીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો જેનાથી ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી શકુ. જયંતે એ પણ કહ્યું છે કે પોતાના આ નિર્ણયની સાર્વજનિક જાહેરાત એક ટ્વીટના માધ્યમથી કરી પણ દીધી હતી.