જય શ્રી રામ…અયોધ્યાની રામલીલાનો વિશ્વ વિક્રમ : 50 દેશોના 62 કરોડ લોકોએ નિહાળી, બોલીવુડના જાણીતા કલાકારોએ લીધો ભાગ
તારીખ 4 ઓક્ટોબરના રોજ અયોધ્યાના રામપ્રેક્ષા ગૃહ ખાતે યોજાયેલ રામલીલાના લાઈવ સ્ટેજ કાર્યક્રમને વિશ્વના 50 દેશોના 62 કરોડ લોકોએ ટેલિવિઝન તથા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નિહાળી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. રામલીલાના કાર્યક્રમમાં બોલીવુડના જાણીતા કલાકારો સહિત 250 કલાકારોએ ભાગ લીધો હતો.
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાએ ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાની છાપ છોડી છે. એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અસાધારણ પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ ડિજિટલ ક્રાંતિના આ યુગમાં, આ કાર્યક્રમ ફક્ત ભારત પૂરતો મર્યાદિત ન રહેતા,એક વૈશ્વિક સાંસ્કૃતિક ઉત્સવમાં ફેરવાઈ ગયો છે. આ વર્ષે, રામલીલાનું 50 થી વધુ દેશોમાં ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું અને કુલ 62 કરોડથી વધુ રામ ભક્તોએ તેને નિહાળ્યું હતું.
આ વર્ષે રામલીલાના લાઇવ ટેલિકાસ્ટ પર 10 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. રામલીલાનું આરાધના, ટાટા પ્લે, શેમારૂ મી , VI એપ, એરટેલ , શેમારૂ ભક્તિ યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારણ થયું હતું. એક પ્રેસ રિલીઝ અનુસાર, આઠ કરોડથી વધુ લોકોએ તેને એકલી શેમારૂ ભક્તિ યુટ્યુબ ચેનલ પર જ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું.
આ પણ વાંચો :માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન : 1 હજાર પર્વતારોહી ફસાયા, 350ને બચાવી લેવાયા; અન્ય લોકોનો સંપર્ક કરવા બચાવ ઓપરેશન
વિશ્વના આટલા દેશોમાં થયું પ્રસારણ
ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, વિયેતનામ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, મંગોલિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, બહેરીન, કુવૈત, મોરેશિયસ, ફીજી, ત્રિનિદાદ અને ટોબેગો, કેન્યા, નાઈજીરીયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડ, રશિયા, કેનેડા, અમેરિકા અને અન્ય દેશોમાં આ કાર્યક્રમનું પ્રસારણ થયું હતું. બ્રાઝિલ જેવા નોર્થ અમેરિકાના દેશોમાં પણ કરોડો રામ ભક્તોએ આ ભવ્ય રામલીલાનું રસપાન કર્યું હતું
આ પણ વાંચો :રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ
ભાગ્યશ્રી બન્યા સીતા મૈયા, વિદુ દારા સિંહ બન્યા હનુમાનજી
હોલીવુડના અનેક નામાંકિત અને લોકપ્રિય કલાકારોએ રામલીલામાં અભિનયના ઓજસ પાથર્યા હતા.
પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રીએ માતા સીતાની ભૂમિકા ભજવી હતી. વિંદુ દારા સિંહે પોતાના શક્તિશાળી અભિનયથી હનુમાનજીના પાત્રને જીવંત બનાવ્યું હતું. શાહબાઝ ખાને રાવણની અને પીઢ અભિનેતા અનિલ ધવને વિભીષણની ભૂમિકા ભજવી હતી.
હાસ્ય કલાકાર સુનિલ પાલે નારદમુનિનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત મનોજ તિવારી, રવિ કિશન, રાકેશ બેદી, રઝા મુરાદ, આશાની, અવતાર ગિલ, રીતુ શિવપુરી, શીબા અને અરુણ બક્ષીએ પણ પોતપોતાના પાત્રો સાથે રામલીલામાં ભવ્યતા ઉમેરી હતી.
