આગામી દિવસોમાં આ રાજ્યોમાં ઠંડી ધ્રુજાવશે
દિલ્હીમાં શિયાળો શરૂ થઈ ચૂક્યો છે. પણ દિલ્હીના પ્રમાણમાં જેવી જોઈએ એવી ઠંડી અત્યારે નથી. પણ આગામી દિવસોમાં દિલ્હીમાં ઠંડી વધશે તો ગુજરાત સહિતના રાજ્યને એની અસર અનુભવાશે. ઠંડા પવન ફૂંકાશે. દિલ્હીના શહેરમાં તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર વર્તાય રહી છે. આ સિસ્ટમને કારણે મેદાની પ્રદેશમાં ટાઢોળું વર્તાય રહ્યું છે. જોકે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતના હવામાનમાં પણ એ પલટોજ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા છતીસગઢમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડશે.
બિહારમાં શિયાળો શરૂ થતાં જ ધુમ્મસ જોવા મળ્યું હતું. જોકે, દિલ્હીમાં પ્રદૂષણ છે કે ધૂમ્મસ છે એ દિલ્હીવાસીઓ નક્કી કરી શકતા નથી.જોકે, ધીમે ધીમે વધી રહેલી ઠંડીને કારણે અનેક જગ્યાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. રાજધાનીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કિનારાના પ્રદેશમાં સાંજે છ વાગ્યા બાદ અંધારૂ થઈ જાય છે. જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનનો મારો અનુભવાય છે. જેના કારણે આગામી દિવસોમાં ગરમ કપડાં કાઢવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્રના કિનારાના ભાગની વાત કરવામાં આવે તો વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે ભેજના પ્રમાણમાં વધારો થતા ભીનાશ વર્તાય રહી છે. જોકે, આવનારા દિવસોમાં ધૂમ્મસ જોવા મળી શકે છે.