પાકમાં હિંસા માટે ઈસ્લામિક સ્ટેટે મહિલા આતંકીઓ ગોઠવી, વ્યાપક હિંસા થઈ શકે
પાકીસ્તાનની હાલત દિન પ્રતિદિન વધુ બગડી રહી છે અને આતંકી સંગઠન ખાસ કરીને ઈસ્લામિક સ્ટેટ તરફથી તેને ખતરો વધી રહ્યો છે. હવે મહિલા આતંકીઓ મેદાને પડી છે. જો કે પાંચ મહિલાઓની ધરપકડ કરાઇ છે.
અફઘાની અને તાલિબાની આતંકીઓ પાકિસ્તાનમાં કોહરામ મચાવી રહ્યા છે.હવે ઈસ્લામિક સ્ટેટ સંગઠન દ્વારા પણ પાકિસ્તાનમાં હાહાકાર મચાવવા માટે મહિલા આતંકીઓને મોકલવામાં આવી હોવાનુ સામે આવ્યા બાદ પાકિસ્તાની સરકાર સ્તબ્ધ થઈ ગઈ છે.પાકિસ્તાની પોલીસે પાંચ મહિલા આતંકીઓની ધરપકડ કરી છે.પંજાબ પ્રાંતની પોલીસે આ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
પાકિસ્તાનમાં મહિલા આતંકવાદીઓ પકડાઈ હોય તેવી પહેલી ઘટના છે.પોલીસનુ કહેવુ છે કે, મહિલા આતંકીઓ પાસેથી હથિયાર, કેશ, પ્રતિબંધિત સાહિત્ય તેમજ મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
આ મહિલાઓ ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનની સક્રિય સભ્ય છે અને દેશમાં આતંકી ગતિવિધિઓમાં તેમનો હાથ છે.તેમને તપાસ અને પૂછપરછ માટે અજ્ઞાત સ્થલે લઈ જવામાં આવી છે.પંજાબ પોલીસે ગયા મહિને જ 20 આતંકવાદીઓની ધરપકડ કરી હતી.જેઓ દેશની મહત્વની સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવા માંગતા હતા.