પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પેરાસિટામોલ ખતરનાક? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વમાં ટેન્શન વધ્યું, મહિલાઓને આપી આ સલાહ
પેરાસીટામોલનો ઉપયોગ આજકાલ સામાન્ય બની ગયો છે. માથાનો દુખાવો, તાવ અથવા હળવા દુખાવા માટે, લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન કરે છે. પેરાસીટામોલનો ઉપયોગ આજકાલ સામાન્ય બની ગયો છે. માથાનો દુખાવો, તાવ અથવા હળવા દુખાવા માટે, લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન કરે છે. ત્યારે હવે યુએસ હેલ્થ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયરના નેતૃત્વમાં મહિનાઓ સુધી ચાલેલી વ્યાપક તપાસ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેરાસિટામોલ અંગે આ જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સગર્ભા સ્ત્રીઓ દ્વારા પેરાસિટામોલનો ઉપયોગ ઓટીઝમનું જોખમ વધારે છે.
ગર્ભાવસ્થા દરમિયાન પેરાસીટામોલ લેવાથી બાળકોમાં ઓટીઝમનું જોખમ વધે
પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો દાવો કર્યો છે. પેરાસીટામોલ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસીટામોલ લેવાથી બાળકોમાં ઓટીઝમનું જોખમ વધે છે. તેમણે આ અંગે ચેતવણી પણ આપી હતી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે અમને ઓટીઝમનો જવાબ મળી ગયો છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ દ્વારા એસીટામિનોફેનનો ઉપયોગ બાળકોમાં ઓટીઝમનું જોખમ વધારે છે.”
તેમણે સગર્ભા સ્ત્રીઓને ચેતવણી આપી હતી કે જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ પેરાસીટામોલનો ઉપયોગ કરે, કારણ કે તે બાળકોમાં ઓટીઝમનું જોખમ વધારી શકે છે. પર્યાવરણીય પરિબળો અને દવાઓને ઓટીઝમ સાથે જોડવા માટે જાણીતા ટ્રમ્પના આરોગ્ય સચિવ, રોબર્ટ એફ. કેનેડી જુનિયર, આ નિર્ણય પાછળ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : રાજકોટમાં સોરઠીયાવાડી પાસે હત્યાનો બનાવ : શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઇમોજી મૂકવા બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમઢાળી દેવાયું!
ટ્રમ્પે ગર્ભવતી મહિલાઓને આપી ચેતવણી
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સગર્ભા સ્ત્રીઓ માટે એસીટામિનોફેન લેબલ પર ચેતવણી ઉમેરશે, ગર્ભાવસ્થા દરમિયાન તેના ઉપયોગ સામે ચેતવણી આપશે. ટ્રમ્પે કહ્યું, “અમે સગર્ભા સ્ત્રીઓને કહી રહ્યા છીએ કે જ્યાં સુધી તે તબીબી રીતે જરૂરી ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળો.”
યુનાઇટેડ સ્ટેટ્સમાં, પેરાસીટામોલને એસીટામિનોફેન કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે ટાયલેનોલ જેવા બ્રાન્ડ હેઠળ વેચાય છે. આ ચેતવણી બાદ, USFDA એ તેનું લેબલિંગ બદલવું પડ્યું. ભારતમાં, એસિટામિનોફેનને પેરાસીટામોલ તરીકે ઓળખવામાં આવે છે અને દાયકાઓથી ગર્ભાવસ્થા દરમિયાન તેને સૌથી સલામત દવા માનવામાં આવે છે. તે જ સમયે, USFDA એ ઓટીઝમના કેટલાક લક્ષણોની સારવાર માટે લ્યુકોવોરિનની મંજૂરી શરૂ કરી છે.
પેરાસીટામોલ લેબલ્સમાં નવી ચેતવણી ઉમેરવાની પ્રક્રિયા શરૂ
હવે, ટ્રમ્પના દબાણ હેઠળ, FDA એ પેરાસીટામોલ લેબલ્સમાં નવી ચેતવણી ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો કે, નિષ્ણાતો માને છે કે આ દાવો અતિશયોક્તિપૂર્ણ છે. તેઓ કહે છે કે વહીવટના પ્રથમ વર્ષમાં આવા સ્પષ્ટ તારણો કાઢવા અશક્ય છે. પર્યાવરણીય પરિબળો ભૂમિકા ભજવે છે કે કેમ તે નક્કી કરવા માટે ઓટીઝમ પર વધુ ઊંડાણપૂર્વક સંશોધનની જરૂર છે.
