બાંગ્લાદેશમાં ફરી અસ્થિરતા, શું થવા જઈ રહ્યું છે ? વાંચો
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પાટણ બાદ કટ્ટરપંથીઓ મજબૂત બની ગયા છે વધુ આક્રમક બની રહ્યા છે. હસીનાને સત્તા પરથી હટાવનાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. રાજધાની ઢાકામાં શહીદ મિનાર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થયા છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ આ કાર્યક્રમનો જોરદાર પ્રચાર કર્યો છે. કહેવાય છે કે શહીદ મિનાર પર લગભગ 30 લાખ લોકો એકઠા થશે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઝૂકી ગઈ છે. બંધારણ બદલીને દેશનું નામ પણ બદલવાની વાતો થઈ રહી છે. યુનુસ સામે મોટી ઉપાધિ આવી રહી છે અને તખ્તાપલટ માટે નવી લડાઈં શરૂ થઈ શકે છે.
બાંગ્લાદેશમા અશાંતિ હટવાની નથી અને નવો સંઘર્ષ અને લગભગ બળવા જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. સ્ટુડન્ટને રોકવા માટે પોલીસ અને જવાનોનો જંગી કાફલો ખડકી દેવાયો છે.
વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશના બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. દાવો કરવામાં આવે છે કે તેમનો પહેલો પ્રયાસ બાંગ્લાદેશનું નામ બદલવાનો છે. કહેવાય છે કે, બાંગ્લાદેશનું નામ ‘ઈસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશ’ અથવા ‘ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈસ્ટ પાકિસ્તાન’ હોઈ શકે છે.
આ ઉપરાંત બાંગ્લાદેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે. બાંગ્લાદેશમાં સત્તા પર સંપૂર્ણ કબજો કરવા માટે રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ શકાય છે. મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનાવવાની પણ ચર્ચા છે.