સેબી દ્વારા ફ્યુચર ઓપ્શનમાં સટ્ટાખોરી ડામવા કડક પગલા : આ તારીખથી લાગુ થશે નવા નિયમો
સેબી દ્વારા ફ્યુચર ઓપ્શનમાં સટ્ટાખોરી ડામવા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સેબીની બોર્ડ મિટિંગમાં ફ્યુચર ઓપ્શન ને લઈને ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ગત 30 સપ્ટેમ્બર ના રોજ મળેલ મિટિંગમાં નવા નિયમો અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ નિયમોથી મહદ અંશે સટ્ટાખોરી ઘટશે.કારણ કે ફ્યુચર-ઓપ્શન ની વેલ્યુ સાઈઝ નવા નિયમ પ્રમાણે ૧૫ થી ૨૦ લાખ સુધીની કરવામાં આવશે. જેથી નાના રોકાણ કરો આવડી મોટી લોટ સાઇઝ ની વેલ્યુ હોવાથી માર્જીન ભરીને ટ્રેડ કરી નહીં શકે અને નુકસાનથી બચશે.
ખાસ તો જે દરરોજ વીકલી એક્સપાયરી હતી તે એક પ્રકારે લોટરી ટાઈપ નું ટ્રેડિંગ થઈ ગયું હતું અને દરરોજ મોટા પ્રમાણમાં લોકો આવા સટ્ટાખોરી તરફ વળ્યા હતા તે હવે બચશે.સેબી દ્વારા લેવાયેલા નિર્ણયથી સરવાળે તો બજાર તંદુરસ્ત થશે.દરરોજ વીકલી એક્સપાયરીથી વોલ્યુમ માં મોટો વધારો થયો હતો, પરંતુ આ વોલ્યુમ એકંદરે બજારને હાનિકારક જ છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર સેબીના નવા નિયમો આવકારદાયક છે. બજારની તંદુરસ્તી માટે પણ આ નિયમો ખૂબ જ જરૂરી હતા. સેબીના જ સર્વે પ્રમાણે ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ થી 91% લોકો રૂપિયા ગુમાવી રહ્યા હતા.દરરોજ વિકલી એક્સપાયરી ને કારણે સટ્ટાનું પ્રમાણ વધી રહ્યું હતું.લોકો ખાસ કરીને નાના રોકાણકારો સટ્ટાના રવાડે ચડી ગયા હતા. જેમાં વીક માં ફક્ત બે જ એક્સપાયરી આવવાથી સત્તાનું પ્રમાણ ઘટશે.
નવા નિયમ પ્રમાણે દરેક એક્સચેન્જ ની ફક્ત એક જ વ્યક્તિ એક્સપાયરી રહેશે. આ નિયમથી રોકાણકારોના આમ જોવા જઈએ તો ફ્યુચર ઓપ્શનમાં રમનારાઓ ને રોકાણકારો પણ નહીં કહી શકાય.સટ્ટાખોર જ કહી શકાય. તેઓના નાણા બચશે અને તેઓ રોકડાના શેરોમાં રોકાણ તરફ વળશે અથવા પ્રાઇમરી માર્કેટ તરફ વળશે જેનાથી બજાર મજબૂત થશે.
પ્રાઇમરી માર્કેટ પણ હાલમાં તેજી તરફ જ છે. અનેક આઈ.પી.ઓ બજારમાં આવી રહ્યા છે.જેનો લાભ રોકાણકારો લઈ શકશે.સારી કંપનીઓમાં રોકાણ કરવાની અનેક તકો મળશે. સેબીના નવા નિયમોથી એકંદરે બજારને ફાયદો થશે.બજાર વધુ મજબૂત બનશે અને નાના રોકાણકારો અથવા તો જેવો વર્ગ શેરબજાર તરફ વળ્યો છે,તેઓને સટ્ટામાં રૂપિયા ગુમાવવાનો વારો નહીં આવે અને શેર બજાર નવા નવા હાઈ કરશે.