પ્રજ્ઞા ઠાકુર સાથે કસ્ટડીમાં અમાનવીય અત્યાચાર : સાધ્વીએ કહ્યું અનેકવાર બેલ્ટથી માર માર્યો, ગરમ પાણીમાં હાથ નખાવ્યા
માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કલમ 313 હેઠળ કોર્ટમાં દાખલ કરેલા પોતાના 30 પાનાના નિવેદનમાં સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. જુબાનીમાં સાધ્વીએ ખુલાસો કર્યો છે કે રાજકીય અને સાંપ્રદાયિક નામો લેવા માટે તેમને શારીરિક, માનસિક અને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. બેલ્ટ વડે માર મારવામાં આવ્યો હતો અને નિર્વસ્ત્ર કરવાની ધમકી પણ અપાઈ હતી. ગરમ પાણીમાં નામક નાખીને તેમાં હાથ નખાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
નિવેદન અનુસાર, મહારાષ્ટ્ર ATSની કસ્ટડીમાં રાખવામાં આવી હતી ત્યારે ભૂતપૂર્વ એટીએસ વડા હેમંત કરકરે અને અન્ય અધિકારીઓ દ્વારા તેમને ઘણા દિવસો સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેમને વારંવાર પૂછવામાં આવ્યું હતું કે માલેગાંવ વિસ્ફોટનો આદેશ કોણે આપ્યો હતો? અને જ્યારે તેમણે અજ્ઞાનતા વ્યક્ત કરી, ત્યારે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, ઇન્દ્રેશ કુમાર અને સુદર્શન જેવા વરિષ્ઠ નેતાઓના નામ બળજબરીથી લેવાની ફરજ પાડવામાં આવી.
કોર્ટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે આપેલા નિવેદનનો બીજો ભાગ જણાવે છે કે કેવી રીતે 13 દિવસની કસ્ટડી દરમિયાન તેમને માત્ર શારીરિક ત્રાસ આપવામાં આવ્યો જ નહીં, પરંતુ માનસિક ત્રાસ આપવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કંપાવી દેનારા ઉત્તરાખંડના દ્રશ્યો : 34 સેકેન્ડમાં હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં, વિડીયોમાં જુઓ ધરાલીના અત્યંત ભયાવહ દ્રશ્યો
ભગવા ઉતારી નાખવાની ધમકી
સાધ્વીએ આરોપ લગાવ્યો કે પૂછપરછ દરમિયાન તેના ગુરુ અને આધ્યાત્મિક જીવન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટીએસ અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે “અમે તમારા ગુરુને લાવીશું અને તેમને અહીં ફેંકી દઈશું. તમે પહેરેલા ભગવા કપડાં ઉતારીશું. તમારા અને તમારા ગુરુનું બધુ નાટક હવે સમાપ્ત થશે.”
વાળ પકડીને માર માર્યો
તેણીએ કહ્યું, ‘કરકરેએ મારા વાળ પકડીને મારું માથું દિવાલ સાથે અથડાવ્યું, મારી ગરદન પર કોણી મુકી, પેટમાં મુક્કો માર્યો, ઘૂંટણથી મારી જાંઘ પર માર્યો અને મારી ગરદન એટલી જોરથી દબાવી કે મારો શ્વાસ બંધ થઈ ગયો. જ્યારે હું પીડાથી ચીસો પાડી, ત્યારે મને ધમકી આપવામાં આવી. શું તમે હજુ પણ શ્વાસ લઈ રહ્યા છો, શું તમે જીવિત છો? જો તમે નહીં બોલો, તો અમે તમારા પરિવારના સભ્યોને ઉપાડી લઈશું.
