મોંઘવારીએ માઝા મૂકી !! દેશમાં આ ચીજોના ભાવ વધી ગયા, સાબુના ભાવમાં કેટલો થયો વધારો ?? જુઓ
દેશમાં મોંઘવારી કેમેય કરીને લોકોનો પીછો છોડતી નથી અને બધી ચીજોના ભાવ વધી જ રહ્યા છે. પામ ઓઈલની વધતી કિંમતોને કારણે ઘરગથ્થુ માલસામાનની મોટી કંપનીઓ એચયુએલ અને વિપ્રોએ સાબુના ભાવમાં 7-8%નો વધારો કર્યો છે. પામ તેલ સાબુ બનાવવા માટેનો મુખ્ય કાચો માલ છે અને તેના ભાવમાં વધારો હવે ગ્રાહકોના પાકીટ પર સીધો અસર કરી રહ્યો છે.
માત્ર સાબુ જ નહીં, એચયુએલ અને ટાટા કન્ઝ્યુમર જેવી કંપનીઓએ પણ તાજેતરમાં ચાના ભાવમાં વધારો કર્યો છે. આ અનિયમિત હવામાનને કારણે છે, જેણે ચાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે. લોકોની અને ખાસ કરીને ગરીબોની એક ખાસ ચા પણ મોંઘી થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા પણ કંપનીઓ દવારા એવી જાહેરાત થઈ હતી કે
પામ તેલ અને ચા બંને રોજિંદા જીવનનો ભાગ છે અને વધતી કિંમતો લોકોના બજેટને ફૂંકી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાચા માલની કિંમતમાં વધારાને કારણે કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. જો આવી જ હાલત રહી તો દેશમાં ગરીબ અને સાવ સામાન્ય આવક ધરાવતા લોકોનું જીવન વધુ મુશ્કેલ બની જશે.
સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની જાહેરાતો દરમિયાન, કેટલીક લિસ્ટેડ કંપનીઓએ સંકેત આપ્યા હતા કે તેઓ આ ક્વાર્ટરમાં સાબુના ભાવમાં વધારો કરી શકે છે. પામ ઓઈલ, કોફી અને કોકો જેવા કાચા માલના ભાવમાં વધારો થયો હોવાથી કંપનીઓ તેમના માર્જિનને બચાવવા માટે આ પગલું લઈ રહી છે.
ગ્રાહકો જ છેલ્લા શિકાર
સાબુ ઉત્પાદનમાં વપરાતા પામ ઓઈલ ડેરિવેટિવ્ઝની કિંમતો વર્ષની શરૂઆતથી 30% થી વધુ વધી છે. આ મોંઘવારીની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં બધી જ તકલીફોમાં છેલ્લો શિકાર ગ્રાહક જ હોય છે. કંપનીને ખોટ જાય તો તેની ભરપાઈ ગ્રાહક દ્વારા થાય છે.
તમામ મોટી બ્રાન્ડે વધારો કર્યો
વિપ્રો કન્ઝ્યુમર કેરના સીઈઓ નીરજ ખત્રીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “કિંમતોમાં વધારાને કારણે, ઉદ્યોગની તમામ મોટી બ્રાન્ડ્સે ખર્ચના અમુક હિસ્સાને આવરી લેવા માટે કિંમતોમાં લગભગ 7-8% વધારો કર્યો છે. અમે બજારના આ વલણને ધ્યાનમાં રાખીને કિંમતોમાં પણ સુધારો કર્યો છે.”