કેનેડાના ટોરોન્ટોમાં પબમાં અંધાધૂંધ ફાયરિંગ : 11 લોકો ઇજાગ્રસ્ત, શંકાસ્પદની શોધખોળ ચાલુ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક ક્લબમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. અહીં એક વ્યક્તિએ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ અચાનકએક પબની અંદર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ અચાનક બનેલી ઘટનાથી લોકોને બચવાનો સમય જ ન મળ્યો. જેના કારણે 11થી વધુ લોકો ઘાયલ થયા હતા તેમાથી કેટલાકની હાલત ગંભીર છે.
ફાયરિંગની ઘટના બાદ લોકોમાં ભારે દોડાદોડી મચી ગઈ હતી . . પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, વિસ્તારને સુરક્ષિત કર્યો અને ઘાયલોને સહાય પૂરી પાડી હતી. બધાને દવાખાને ખસેડાયા હતા.
ઘટના બાદથી શંકાસ્પદ ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે. શૂટરની ઓળખ, હુમલાના હેતુઓ અથવા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. વિસ્તારના રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે અને કાયદાના અમલીકરણને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે.
ઘટના બાદથી પોલીસ અને ઘણી એજન્સીઓ હુમલાખોરને શોધી રહી છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરે કોઈ અંગત દુશ્મનીના કારણે ગોળીબારી કરી છે કેમ? આ સાથે જ ક્લબ અને ક્લબના માલિક વિશે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.