ભારતનો ટેકનોલોજીની દુનિયામાં હાઇ જમ્પ : મેડ ઇન ઈન્ડિયા ચિપ લોન્ચ,જાણો શું છે ચિપ વિક્રમ 32-બીટ પ્રોસેસર ?
ભારતે મંગળવારે ટેકનોલોજીની દુનિયામાં હાઇ જમ્પ લીધો હતો. દેશની સેમી કંડકટર ઇન્ડસ્ટ્રી માટે મંગલવારનો દિવસ ઇતિહાસમાં આલેખાયો છે. ભારતમાં બનેલી પ્રથમ જ સેમી કંડકટર ચિપ લોન્ચ કરવામાં આવી હતી. આ વિરલ પ્રસંગે દિલ્હીમાં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને આ ચિપ હાથમાં સોંપી હતી અને તાળીઓના ગડગડાટ સાથે આ વિરલ સિધ્ધિને વધાવી લેવાઈ હતી. આ ચિપને વિક્રમ નામ અપાયું છે.

નવી દિલ્હીમાં આયોજિત સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરી રહ્યું છે અને સેમિકંડક્ટરનું ભવિષ્ય અહીં તૈયાર કરવામાં આવશે. ચિપ્સને ‘ડિજિટલ હીરા’ ગણાવતા તેમણે કહ્યું કે જેમ છેલ્લી સદી તેલ દ્વારા નક્કી કરવામાં આવી હતી, તેમ 21મી સદીની શક્તિ એક નાની ચિપમાં છુપાયેલી છે, જે વિશ્વના વિકાસને નવી ગતિ આપશે.
તેલને કાળું સોનું કહેવામાં આવતું હતું, પરંતુ આજની દુનિયામાં ચિપ્સ ડિજિટલ હીરા છે. આ નાની ચિપમાં વિશ્વમાં મોટો પરિવર્તન લાવવાની ક્ષમતા છે.”
First ‘Made in India’ Chips!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025
A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳
This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv
ભારતમાં મિશન ઝડપથી વધી રહ્યું છે
વડા પ્રધાને માહિતી આપી હતી કે 2021 માં, ભારતે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો હતો. 2023 સુધીમાં, પ્રથમ સેમિકોનક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી, 2024 માં વધુ પ્રોજેક્ટ ઉમેરવામાં આવ્યા હતા અને 2025 માં પાંચ નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. કુલ મળીને, અત્યાર સુધીમાં 10 પ્રોજેક્ટ્સમાં લગભગ રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :આજે GST કાઉન્સિલની બેઠક : જનતાને રાહત મળવાની આશા, અનેક ચીજો સસ્તી થઈ શકે છે
પીએમ મોદીએ કહ્યું, “આજે દુનિયા ભારતમાં વિશ્વાસ કરે છે, ભારત પર વિશ્વાસ કરે છે અને અમારી સાથે સેમિકન્ડક્ટરનું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું, “આપણી યાત્રા મોડી શરૂ થઈ હશે, પરંતુ હવે કોઈ અમને રોકી શકશે નહીં. તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટો પરિવર્તન લાવશે.”
Congratulations to PMEC Berhampur for developing the High Performance Multiplier IC-C2S0061, part of the First ‘Made in India’ Chips. 🇮🇳
— Skill Development and Technical Edn. Department (@SDTEOdisha) September 2, 2025
A proud step towards the vision of Hon’ble PM @PMOIndia & Hon’ble CM, @CMO_Odisha#SemiconIndia2025 #MakeInIndia #ViksitOdisha pic.twitter.com/7CZ3zBu440
ચિપ વિક્રમ 32-બીટ પ્રોસેસર શું છે?
આ ચિપ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) દ્વારા સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), ચંદીગઢ સાથે મળીને વિકસાવવામાં આવી છે. વિક્રમ 3201 અવકાશ મિશનની કઠોર પરિસ્થિતિઓ, જેમ કે -55 ડિગ્રી સેલ્સિયસથી +125 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરવા સક્ષમ છે.
આ પણ વાંચો :હવે વિઝા પણ નકલી! સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, આ રીતે આરોપી બનાવતો હતો નકલી વિઝા સ્ટિકર
સરળ ભાષામાં કહીએ તો, વિક્રમ 3201 એક સેમિકન્ડક્ટર માઇક્રોપ્રોસેસર છે. તે સ્માર્ટફોન અથવા લેપટોપમાં વપરાતા પ્રોસેસર જેવું નથી, પરંતુ તે ખાસ કરીને રોકેટ અને ઉપગ્રહો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
