ભારતીય વિમાનો જોખમમાં : સાયબર હુમલાનો ખતરો,શું આવ્યો અહેવાલ ? વાંચો
ભારતીય ઉડ્ડયન વિમાનો સતત સાયબર જોખમોનો સામનો કરી રહ્યા છે. આ વિમાનો ચીન અને અમેરિકા જેવા ઘણા દેશો દ્વારા નિશાન બન્યા છે. ભારતીય ઉડ્ડયન ઇકોસિસ્ટમને 3 મહિનામાં 80 હજારથી વધુ સાયબર હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, એટલે કે દરરોજ 900 હુમલાઓ થાય છે. આ મુજબનો એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે .
સાયબર પીસે ‘એક્સપ્લોરિંગ સાયબર થ્રેટ્સ એન્ડ ડિજિટલ રિસ્ક્સ ઇન ધ ઇન્ડિયન એવિએશન ઇકોસિસ્ટમ’ શીર્ષક સાથેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. વર્ષ 2024 ના જૂન થી ઓગસ્ટ વચ્ચેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ રીઅલ-ટાઇમ એટેક સિમ્યુલેશન અને વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ઉડ્ડયન ઇકોસિસ્ટમની સાયબર સુરક્ષામાં વધુ સુધારો કરવાની હાકલ કરવામાં આવી છે.
સુરક્ષા વધારવી જરૂરી છે
સાયબર પીસ રિપોર્ટમાં જણાવાયું છે કે જૂન અને ઓગસ્ટ 2024 વચ્ચે, ભારતીય ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં 80,588 થી વધુ સાયબર હુમલા થયા છે, જે ઉડ્ડયન ઇકોસિસ્ટમ માટે એક મોટો ખતરો છે.
સાયબર હુમલાખોરોએ ખાસ કરીને મુખ્ય સંદેશાવ્યવહાર અને ડેટાબેઝ પ્રોટોકોલને નિશાન બનાવ્યા હતા, જેમાં ટેલનેટ પર 64,104, માય એસકયુંએલ પર 15,629, એચટીટી પર 512 અને એફટીપી પર 217 હુમલા થયા હતા. આ ઉપરાંત, 296 અલગ અલગ યુઝરનેમ અને 15,928 પાસવર્ડનો ઉપયોગ કરીને ઓટોમેટેડ બ્રુટ ફોર્સ હુમલા પણ કરવામાં આવ્યા હતા. આ પછી ઘણી ખામીઓ પણ પ્રકાશમાં આવી. ભારતે અમેરિકા, દક્ષિણ કોરિયા, ચીન અને તાઇવાન સહિત અનેક દેશોમાં દૂષિત ટ્રાફિક શોધી કાઢ્યો.