ભારત સમુદ્રમાં રાજા બનશે! ઘાતક સબમરીનો બનાવશે, 3 સપ્તાહ સુધી પાણીમાં અદ્રશ્ય રહીને દુશ્મનોને તબાહ કરશે
ભારતે હિંદ મહાસાગરમાં પોતાની તાકાતને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે રૂ. 70,000 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ-75 ઈન્ડિયા ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ભારત અને જર્મની સાથે મળીને છ ઘાતક સબમરીનો તૈયાર કરશે. આ સબમરીનો આધુનિક ટેક્નોલોજી ‘એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ’થી સજ્જ હશે, જેનાથી તે ત્રણ અઠવાડિયા સુધી પાણીની અંદર અદ્રશ્ય રહીને શત્રુ પર ઘાતક હુમલો કરી શકશે.
વિગતો મુજબ આ સબમરીનો જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. સરકારે રક્ષા મંત્રાલયને ઔપચારિક વાતચીત શરૂ કરવાની મંજૂરી આપી છે. અપેક્ષા છે કે, આગામી છ મહિનામાં આનો અંતિમ કરાર સાઇન થઈ જશે.
આ યોજના હેઠળ છ નવી પરંપરાગત (કન્વેન્શનલ) સબમરીનો બનાવાશે. તમામ સબમરીનોમાં AIP ટેક્નોલોજી લાગુ કરવામાં આવશે, જેનાથી તે 21 દિવસ સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતા ધરાવશે. તમામ સબમરીનો ભારતમાં જ બનાવાશે, જેના લીધે દેશના ઘરેલુ રક્ષા ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. આ સાથે જર્મની પાસેથી ટેક્નોલોજીકલ સહકાર મળશે પણ લક્ષ્ય છે કે, ભારત પોતાની સ્વદેશી સબમરીન ડિઝાઇનિંગ ક્ષમતા વિકસાવે. આમ ભારત હવે દેશની રક્ષા માટે સારા કામ થઈ રહ્યા છે
પ્રોજેક્ટ-75I સિવાય પણ ભારત ન્યુક્લિયર એટેક સબમરીનો બનાવવા પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. આ યોજના માટે ખાનગી કંપનીઓ જેવી કે એલ એન્ડ ટી પણ ભાગીદારી કરી રહી છે. તે ભારતને ભવિષ્યમાં સમુદ્રી મોરચે કોઈ પણ મોટી ચુંટણીનો સામનો કરવાની સંપૂર્ણ ક્ષમતા આપશે.
