ભારત કોઈ પરમાણુ હુમલાની ધમકીથી ડરતુ નથી : વડાપ્રધાન મોદીએ જન્મદિને મધ્યપ્રદેશ સંબોધી જંગી જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મધ્યપ્રદેશની યાત્રા પર રહ્યા હતા. અહીં ધાર ખાતે એમણે સભા સંબોધીને કહ્યું હતું કે ‘આ નવું ભારત છે, કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાડ્યા તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે.’ વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશને રિટર્ન ગિફ્ટ આપી હતી. એમણે મેગા ટેક્સટાઇલ પાર્કનું શિલાન્યાસ કર્યું હતું.
મોદીએ પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, ‘મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા લઈને આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધા. હમણાં દેશ અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત વર્ણવી રહ્યો છે.” હતી.
પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, “આ એક નવું ભારત છે, તે કોઈના પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ એક નવું ભારત છે, તે ઘરમાં ઘૂસી હુમલો કરે છે.” 17 સપ્ટેમ્બર, બીજો એક ઐતિહાસિક પ્રસંગ છે. આ દિવસે રાષ્ટ્રએ સરદાર પટેલના દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ જોયું. ભારતીય સેનાએ હૈદરાબાદને અસંખ્ય અત્યાચારોથી મુક્ત કરાવ્યું અને તેના અધિકારોનું રક્ષણ કરીને ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું.
આ મહત્વપૂર્ણ સિદ્ધિને દાયકાઓ વીતી ગયા પરંતુ કોઈએ તેને યાદ રાખ્યું નહીં. તમે મને આ તક આપી. અમારી સરકારે તે ઘટનાને અમર બનાવી દીધી છે.” આજે ભારત આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. મહિલાઓને એમણે એવો આગ્રહ કર્યો હતો કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પ યોજાઇ રહ્યા છે તેમાં અવશ્ય ભાગ લ્યો. એક ભાઈ અને પુત્રના નાતે આટલું તો હું માંગી જ શકું છું.
દરેક દુકાન પર સ્વદેશી વસ્તુના બોર્ડ લગાવો
વડાપ્રધાને અહીંથી ફરીવાર દેશવાસીઓને આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે તમે જે કોઈ વસ્તુ ખરીદો તે દેશમાં બનેલી જ ખરીદો. સ્વદેશી ચીજનો જ આગ્રહ રાખો. 2047 સુધી એમણે વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો. વેપારીઓને એવી અપીલ કરી હતી કે દુકાન પર સ્વદેશી વસ્તુના બોર્ડ લગાવો. સ્વદેશી વસ્તુ જ વેચો.
