બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આવતાં વર્ષે ૨૦૨૫માં રમાનારી ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ત્યારે ચોથો તબક્કો શરૂ થઈ જશે અને આ શ્રેણી તેનો હિસ્સો હશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ લીડસમાં ૨૦ જૂન-૨૦૨૫એ રમાશે.
INDIA vs ENGLAND TEST SERIES 2025:
— Johns. (@CricCrazyJohns) August 22, 2024
1st Test – June 20 to 24. (Headingley)
2nd Test – July 2 to 6. (Edgbaston)
3rd Test – July 10 to 14 (Lord's)
4th Test – July 23 to 27 (Old Trafford)
5th Test – July 31 to August 4 (Oval) pic.twitter.com/SoYcnuO6z1
જ્યારે અંતિમ ટેસ્ટ 31 જૂલાઈએ રમાશે. આ ઉપરાંત બર્મિંઘમ, લોર્ડસ, મેન્ચેસ્ટરમાં પણ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ રમશે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં રોહિત શર્માની તસવીરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આવતાં વર્ષે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત જ ટીમની કમાન સંભાળશે. આ ઉપરાંત વિમેન્સ ક્રિકેટના કાર્યક્રમની જાહેરાત પણ કરાઈ છે જેમાં ભારતની મહિલા ટીમ પાંચ ટી-T20 અને ત્રણ વન-ડે મેચ રમશે.
મહિલા ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે
આ સિવાય મહિલા ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે પણ જશે, જ્યાં તે પાંચ T20 અને ત્રણ ODI મેચ રમશે. ભારત-ઈંગ્લેન્ડ મહિલા T20 શ્રેણી 28 જૂનથી 12 જુલાઈ સુધી ચાલશે, જ્યારે વનડે શ્રેણીની મેચો 16, 19 અને 22 જુલાઈના રોજ રમાશે.