હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવી ભારતે મેળવ્યો સળંગ પાંચમો વિજય : કેપ્ટન હરમનપ્રીત સિંહ જીતનો હીરો
ભારતીય હૉકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૪માં પોતાનું વિજયી અભિયાન જાળવી રાખ્યું છે. ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ગોલ કર્યા. ચીનના હુલુનબુઈરમાં રમાયેલા મુકાબલામાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને ૨-૧થી ધૂળ ચાટતું કર્યું હતું. ભારત વતી કેપ્ટન હરમનપ્રીત સિંહ (૧૩મી અને ૧૯મી મિનિટ)એ બે ગોલ કર્યા હતા. જ્યારે પાકિસ્તાન વતી એકમાત્ર ગોલ અહમદ નદીમ (૭મી મિનિટ)એ કર્યો હતો.
Full Time
— Asian Hockey Federation (@asia_hockey) September 14, 2024
Hero Asian Champions Trophy Moqi China 2024#hact2024#asiahockey pic.twitter.com/W5GX3aDhF8
મુકાબલા દરમિયાન પ્રથમ ક્વાર્ટરમાં બન્ને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. મેચની સાતમી મિનિટે જ પાકિસ્તાને લીડ મેળવી લીધી હતી જ્યારે હન્નાન શાહિદ ઝડપથી ભારતીય સર્કલમાં પહોંચ્યો અને અહમદ નદીમને પાસ આપ્યું હતું. નદીમે ભારતીય ગોલકિપર કૃષ્ણા બહાદૂર પાઠકને ચકમો આપીને ગોલ કર્યો હતો. લગભગ ૬ મિનિટ બાદ જ ભારતીય કેપ્ટન હરમનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર બરાબર કર્યો હતો. બીજું ક્વાર્ટર ભારતના નામે રહ્યું હતું જેમાં હરમનપ્રિત કૌર પેનલ્ટી કોર્નર દ્વારા વધુ એક ગોલ કરવામાં સફળ રહ્યો હતો.
હાફટાઈમ સુધી ભારત ૨-૧થી આગળ હતી. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને બરાબરીની કોશિશ કરી જે દરમિયાન તેને અમુક પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતા પરંતુ ભારતીય ડિફેન્સે તેના દરેક પ્રયત્નને નિષ્ફળ બનાવ્યા હતા. આ પછી ચોથા ક્વાર્ટરમાં બન્ને ટીમ ગોલ કરી શકી નહોતી. આ ભારતીય હૉકી ટીમની ટૂર્નામેન્ટમાં સળંગ પાંચમી જીત હતી. ભારતે કોરિયા, મલેશિયા, ચીન, જાપાનને હરાવ્યા બાદ હવે પાકિસ્તાનને રગદોળ્યું હતું. આમ તો ટીમ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે.
કેપ્ટન હરમનપ્રીતે કમાલ કરી બતાવી
મેચમાં પાછળ ચાલી રહેલી ભારતીય ટીમે 13મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને બરાબરી પર લાવી દીધી હતી. આ ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કરવામાં આવ્યો હતો. આ રીતે પ્રથમ ક્વાર્ટરની 15 મિનિટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 1-1થી બરાબરી પર રહી હતી.
ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે 19મી મિનિટે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. કેપ્ટને પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ પણ કર્યો હતો. હવે ભારતે મેચમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતની આ લીડ જીત માટે પૂરતી હતી. ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી.