1 લી જૂને દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક
તમામ ટોચના નેતાઓને આમંત્રણ અપાયા : ભવિષની રણનીતિ ઘડશે
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને ઈન્ડિયા ગઠબંધને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
આવી સ્થિતિમાં પરિણામો પહેલા જ ઈન્ડિયા ગઠબંધનની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી બાદના સંજોગોને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગળની તૈયારી માટે વ્યૂહરચના ઘડવામાં આવશે.
દિલ્હીમાં 1 જૂનના રોજ ગઠબંધનની યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે તમામ સહયોગીઓને આમત્રિંત કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક ચૂંટણીની સમીક્ષા કરવા અને પરિણામ પછીની પરિસ્થતિને લઈને થઈ રહી છે. આ ઉપરાંત ગઠબંધનના ભવિષ્યના પગલાં અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવામાં આવી છે.