India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણી સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના નવા યુગનો પ્રારંભ થશે. ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા Aનું પ્રતિનિધિત્વ કરીને કેટલાક ખેલાડીઓએ ભારતીય ટીમના પ્લેઇંગ 11માં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી છે. આ ખેલાડીઓમાં કેએલ રાહુલ, કરુણ નાયર અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના પ્લેઇંગ 11ની વાત કરીએ તો ૭ ખેલાડીઓનું સ્થાન પાક્કું છે. ટોપ ઓર્ડરમાં સાઈ સુદર્શન અને કરુન નાયર વચ્ચે જંગ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ધ્રુવ જુરેલે ૬ નંબર માટે દાવો કર્યો છે.

ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડ લાયન્સ સામે સતત 3 ઇનિગ્સમાં અડધી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર રેડ્ડીનો દાવો નબળો પડ્યો છે. જુરેલ અને નીતિશમાંથી માત્ર એક જ ખેલાડીને તક મળશે, કારણ કે જો આમ નહીં થાય તો બોલિગ ડિપાર્ટમેન્ટ નબળું પડી જશે. હાલ શાર્દુલ ઠાકુર 8 માં નંબર પર રમશે તે નક્કી લાગી રહ્યું છે. નીતિશની બોલિંગમાં ખાસ દમ નથી લાગતો અને જુરેલના પર્ફોમન્સને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
આ પણ વાંચો : કોહલી કમાણીમાં પણ ‘વિરાટ’! આટલા કરોડની સંપતિનો માલિક, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી, જાણો તમામ માહિતી
કરણ નાયરે ઇંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર બેટિંગ કરી છે. પ્રથમ મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. હાલ તો તે પ્લેઇંગ 11માં સ્થાન બનાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સાંઈ સુદર્શનને રાહ જોવી પડી શકે છે. બીજી મેચમાં કેએલ રાહુલે ઓપનર તરીકે સદી ફટકારી હતી. તે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. આ સંકેત આપે છે કે અભિમન્યુ ઈશ્વરનને ડેબ્યૂની રાહ જોવી પડશે. ફાસ્ટ બોલિગમાં વધુ એક જગ્યા ખાલી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ રમવા માટે તૈયાર છે. ત્રીજાપેસર માટે અર્શદીપ સિહ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા વિકલ્પો છે. અર્શદીપને ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. શરુઆતમાં આકાશદીપ કે પ્રસિદ્ધકૃષ્ણામાંથી કોઈ એક ખેલાડીને તક મળશે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન/કરૂણ નાયર, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી/ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ/પ્રસિદ્ધ કૃષ્ણા.