IND vs ENG : ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને બનાવ્યો આ ‘મહાન રેકોર્ડ’, ધોની અને સાહાને પાછળ છોડ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રિષભ પંતે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. પંત હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બની ગયો છે. આ તેની કારકિર્દીની સાતમી ટેસ્ટ સદી છે, જેની સાથે તેણે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (6 સદી) અને રિદ્ધિમાન સાહા (3 સદી) ને પાછળ છોડી દીધા છે.

IPLની સિઝન જે હમણાં જ સમાપ્ત થઈ છે તેમ રિષભ પંત સારું પર્ફોમન્સ બતાવી શક્યા ન હતા ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રિષભ પંતે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી. પંતે શોએબ બશીરના બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. આ પંતની સાતમી ટેસ્ટ સદી છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે.
Rishabh Pant on the international Yoga day. 🤣 pic.twitter.com/55Ob1xxCyY
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
કેપ્ટન અને વાઇસ કેપ્ટનની ભાગેદારી
આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતે સારી શરૂઆત કરી હતી અને યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોના આઉટ થયા બાદ ગિલ અને પંતે જવાબદારી સંભાળી હતી. આ બંને બેટ્સમેનોએ પહેલા દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને સફળતા મેળવવા દીધી ન હતી.
Rishabh Pant's back flip has become the signature celebration for Pant post accident comeback,this is surely gonna ne the most decorated celebration in future 🔥
— Pawan Mathur (@ImMathur03) June 21, 2025
Well done Spidy 🫡#RishabhPant #INDvsENG pic.twitter.com/9dtzuuDuhn
જોકે, ભારતને કેપ્ટન શુભમન ગિલના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો. આ સાથે ગિલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 209 રનની ભાગીદારીનો અંત આવ્યો. શોએબ બશીરે ગિલને જોશ ટંગ દ્વારા કેચ કરાવીને ઇંગ્લેન્ડને મોટી સફળતા અપાવી. ગિલ સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ 227 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 147 રન બનાવ્યા બાદ આઉટ થયો.

પંત આ મેચમાં અલગ રંગમાં દેખાયો છે અને બીજા દિવસે તેણે ઝડપી બેટિંગ કરી છે. પંત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને પાછળ છોડી દીધો છે. હકીકતમાં, પંત ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેમના પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો જેણે ટેસ્ટમાં છ સદી ફટકારી હતી. તે જ સમયે, ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ત્રણ સદી ફટકારીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો : રાજકોટમાં કચરો વ્યવસ્થિત ઉપડે છે? હવે ડેપ્યુટી કલેક્ટર રાખશે ‘બાજ નજર’,સફાઈનું ધોરણ ઉંચું લાવવા કરશે મોનિટરિંગ
ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, હેડિંગ્લી (લીડ્સ)
બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, એજબેસ્ટન (બર્મિંગહામ)
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, લોર્ડ્સ (લંડન)
ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર)
પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, ધ ઓવલ (લંડન)