ભારત અને ઓમાન કઈ દિશામાં પ્રગતિ કરશે ? જુઓ
કેના માટે કરાર થવાના છે ?
ભારતનું અર્થતંત્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે અને વિશ્વના અનેક દેશો તેની સાથે જોડાઈ રહ્યા છે અને હવે ભારત તથા ઓમાન વચ્ચે બહુ મોટી પ્રગતિ થવા જઈ રહી છે. બંને દેશો વ્યાપારી કરાર કરવાની નિકટ પહોંચી ગયા છે અને થોડાક જ સમયમાં આ બારામાં ડીલ ફાઇનલ થઈ જવાની આશા છે.
સરકારના નિકટના અધિકારીઓએ આ મુજબની માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારત અને ઓમાન એક્બીજાના માર્કેટમાં ગૂડ્ઝ અને સર્વિસીઝની સેવા મેળવી શકશે અને બંનેને મોટો લાભ થશે. આ ટ્રેડ ડીલ થઈ જવાથી અખાતના ક્ષેત્રમાં દક્ષિણ એશિયન દેશનો દબદબો વધી જશે. વ્યાપારી કરારથી અનેક મોરચા પર પ્રગતિ થશે.
ભારત અને ઓમાન સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરારના મહત્વના મુદ્દાઓ પર સહમત થઈ ગયા છે અને આ માટેની વાટાઘાટ હવે અંત તરફ આગળ વધી રહી છે. ગમે ત્યારે આ કરારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બેઠકોની વિગતો જાહેર થઈ શકે એમ નથી કારણ કેર તે પ્રાઇવેટ છે.
જો કે અધિકારીઓએ એવો સંકેત આપ્યો હતો કે માર્ચ માસ સુધીમાં ટ્રેડ ડીલ અંગે સતાવાર જાહેરાત થઈ શકે છે. લોકેશનની દ્રષ્ટિએ પણ ઓમાન ભારત માટે મહત્વનું સાથી છે કારણ કે એશિયાનું ઓઇલ જ્યાંથી પસાર થાય છે તે ટ્રાન્ઝિટ પોઈન્ટ પાસે જ ઓમાન વસેલું છે. એ જરીતે ઓમાનમાં સૌથી વધુ ભારતીયો કામ કરી રહ્યા છે.
ભારત આ સિવાય અનેક બીજા દેશો સાથે પણ ટ્રેડ ડીલ કરવા માટે પ્રયાસ કરે છે અને બધા દેશો ભારત સાથે આગળ વધવા આતુર દેખાઈ રહ્યા છે. બ્રિટન સાથે પણ વાત આગળ ચાલી હતી. અખાતના ક્ષેત્રમાં ભારતનો દબદબો વધી રહ્યો છે.