બોન્ડમાં રૂપિયા 6,080 કરોડનું રોકાણ કર્યું, અમેરિકી જામીનગીરીમાં વધુ રોકાણ શરૂ થયું છે, યુધ્ધની ખરાબ અસર
અમેરિકામાં બોન્ડ પર વળતર વધી જતાં અને ઇઝરાયલ હમાસ વચ્ચે યુધ્ધ વધુ વકરી જતાં સર્જાયેલી મુશ્કેલી અને અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓકટોબર એટલે કે ચાલુ માસમાં જ દેશના શેર બજારમાંથી રૂપિયા 20,300 કરોડ થી પણ વધુ પાછા ખેંચી લીધા હતા.
જો કે આ સમય દરમિયાન જ વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાં રૂપિયા 6,080 કરોડનું રોકાણ કર્યું હતું. ક્રએવીંગ આલ્ફાના પ્રબંધક મયંક મેહરાએ એવી માહિતી આપી હતી કે આગળ જતાં એફ પી આઈ ના રોકાણનો પ્રવાહ ફેડરલ રિઝર્વના પરિણામ તથા વૈશ્વિક આર્થિક ઘટનાક્રમ પર નિર્ભર રહશે.
એમણે કહ્યું છે કે અમેરિકામાં વ્યાજદરોમાં વધારો અને ઇઝરાયલ હમાસ વચ્ચેના યુધ્ધને લીધે જે મુશ્કેલી સર્જાઇ છે તેની અસર રહેશે. ચાલુ માસમાં 27 ઓકટોબર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂપિયા 20,356 કરોડ શેરોમાંથી પાછા ખેંચી લીધા હતા. આ પેહલા સપ્ટેમ્બરમાં પણ તેઓ વેચવાલી પર રહ્યા હતા. એમણે રૂપિયા 14,767 કરોડના શેર વેચી નાખ્યા હતા .
વિષમ સ્થિતિમાં પણ વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડમાં આકર્ષણ યથાવત રાખશે. ભારતની મજબૂત આર્થિક સ્થિતિ શેર અને બોન્ડમાં રોકાણકારોને ખેંચી શકે છે. જો કે અમેરિકા માં બોન્ડ પર વળતર આકર્ષક રહ્યું હોવાથી ભારતીય શર્માથી વધુ વેચવાલી રહી હતી. આગળ જતાં સ્થિતિ સુધરી પણ શકે છે.