રાજકોટમાં છેલ્લા ૨૧ વર્ષથી એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં થવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઈનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે. આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-કરંતુ અન્નયક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થાએ આ પ્રકારના બીજા 1 અનેકો અન્નક્ષેત્રો ચાલુ કરવાની અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બન્યા. સંસ્થાની ૨૧ વર્ષની સેવા પાત્રાની સઠળતામાં સંસ્થાના કર્મયોગી ડોકટર્સ તેમજ અન્ય ૭૦ જેટલા કર્મયોગી કર્મચારીઓની રાત-દિનની જહેમત પણ રંગ લાવી છે.
છેલ્લા ૨૧ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’, ‘એનિમલ હેલ્પલાઈન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. રસ્તે રઝળતાં નિરાધાર બીનવારસી પશુ પક્ષીઓની તેમજ રેલ્વે ટ્રેક પર અકસ્માતે થવાયેલી ગૌમાતાઓને અને રોડ અકસ્માતનો ભોગ બનેલ નાના-મોટા પશુઓને પણ આ સારવાર લાભ મળે છે, જેને કોઈ પુછનાર નથી એવા અબોલ જીવોની સારવારનું કાર્ય સૌના સાથ-સહકારથી થાય છે. અત્યાર સુધીમાં ૧૩ લાખ જેટલા બિનવારસી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિશુલ્ક આપવામાં છે. સંસ્થા દ્વારા નિશુલ્ક વેટસ્તરી હોસ્પિટલ અને પાંજરાપોળ પણ ચલાવવામાં
આવે છે. જુની શ્રીજી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીય પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે સંસ્થાની વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટરમાં અંદાજે ૧૨૦૦ જેટલા બીમાર, અશક્ત, થવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ ક્વાટર્સ બર્ડ હાઉસ, નાની ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા નિશૂલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે.
(૧) જુની શ્રી ગૌશાળા (ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ (૨) શૈણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલના ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ, (૩) તીરૂપતીનગર-૧, કેન્સર હોસ્પીટલ સામે, હનુમાન મઢી ચોક પાસે, રાજકોટ ખાતે સંસ્થાની નિશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) ચલાવવામાં આવે છે.
પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, અગિયાર એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૧૨૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સધન-સારવાર કરવામાં આવે છે.
૨૧ વર્ષમા ૨૫,૦૦,૦૦૦ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનુ નિશુલ્ક વિતરણ કરાયુ છે. ગૌમાતાની પાણી
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી (મો ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. વાર્ષીક પાંચ કરોડના માતબર