લોકસભાની ચુંટણી બાદ તરત જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચુંટણી થશે
મુખ્ય ચુંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત
ચુંટણીપંચે શનિવારે લોકસભા 2024ની ચુંટણીની તારીખોનું એલાન કરી દીધું હતું. પત્રકાર પરિષદમાં લોકસભાનો કાર્યક્રમ જાહેર કરી દીધા બાદ પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા મુખ્ય ચુંટણી કમિશનર રાજીવ કુમારે એમ જાહેર કર્યું હતું કે, લોકસભાની ચુંટણી સંપન્ન થયા બાદ તરત જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણી કરાવવામાં આવશે.
એમણે કહ્યું હતું કે, સુરક્ષાના કારણોથી લોકસભાની ચુંટણી સાથે જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણી કરાવવી શક્ય નથી માટે લોકસભાની ચુંટણી બાદ તરત જ ત્યાં વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર કરી દેવાશે. દરમિયાનમાં લોકસભાની ચુંટણીના કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરની 5 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે પરંતુ વિધાનસભાની ચુંટણી અલગથી થશે.