ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો મોદી જેલમાં : મીસા ભારતી
લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને રાજદના લોકસભાના બિહારના પાટલીપુત્ર મત વિસ્તારના ઉમેદવાર મીસા ભારતીએ એવી ચીમકી આપી છે કે, જો ઇન્ડિયા ગઠબંધન સત્તા ઉપર આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે.
પત્રકારો સાથે વાત કરતા લાલુ યાદવનાં પુત્રી મીસા ભારતીએ મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસના ઘોષણાપત્રની તુલના કરવા બદલ પીએમ મોદીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે 30 લાખ નોકરીઓ ઉત્પન્ન કરવાની, ખેડૂતોની આવક બે ગણી વધારવાની અને MSP લાગુ કરવાની વાત કરી રહ્યા છીએ. તેઓ આને તુષ્ટિકરણ તરીકે જોઈ રહ્યા છે. તેઓ જ્યારે પણ અહીં (બિહાર) હોય છે ત્યારે હંમેશા અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. જો દેશના લોકો અમને દિલ્હીમાં સરકાર બનાવવાની તક આપશે તો મોદીથી શરૂ કરીને, ભાજપના તમામ નેતાઓ જેલના સળિયા પાછળ હશે.\